પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બાદ હવે ધારાસભ્ય ગીતાબા જાડેજા ગોંડલના વિકાસને આપી રહ્યા છે સતત વેગ: જયોતિરાદિત્ય સિંહ (ગણેશભાઈ) પણ માતાપિતાના સેવાયજ્ઞને વધુ પ્રજવલ્લીત કરી રહ્યા છે
સૌરાષ્ટ્ર માં વિકાસ ની જો વાત કરવી હોય તો ગોંડલ તરફ નજર દોડે,ગતિશીલ ગોંડલે એક આગવી ઓળખ ઉભી કરી છે.નગર પાલીકા, તાલુકા પંચાયત, નાગરીક બેંક કે માર્કેટ યાર્ડ સફળતા કે વિકાસ ના નવા આયામો પાર કરી રહ્યા છે.આ તમામ સંસ્થાઓ ભાજપ હસ્તક છે.અને ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા નુ સબળ અને મજબુત નેતૃત્વ સંસ્થાઓ ને વધુ મજબુત બનાવી રહ્યુ છે.
ધારાસભ્ય ગીતાબા જાડેજા ચુંટાયા બાદ સતત સક્રીય રહ્યા છે.શહેર કે ગ્રામ્ય વિસ્તાર ના રોડ રસ્તા, પાણી જેવા પર્શ્ર્નો માટે સતત જાગૃત રહ્યા છે.પુવઁ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ગોંડલ નો પર્યાય બન્યા છે.સતત પચ્ચીસ વર્ષ ની તેમની રાજકીય સફર મા ગોંડલ હમેંશા ગતીમાન અને પ્રગતિશીલ બન્યુ છે.પાણી ની અછત આ શહેર માટે ભુતકાળ બની ચુકી છે.ભર ઉનાળે ગોંડલ નુ વેરીતળાવ નર્મદા ના નીર થી ઓવરફલો થાય એ જયરાજસિહ ની પાણીદાર નેતાગીરી સાબીત કરે છે.રોડ રસ્તા અંગે આજે ગોંડલે તેની મુળભુત ઓળખ ફરી સાબીત કરી સૌરાષ્ટ્ર ભર મા અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.શહેર નો ઉતરોતર વિકાસ એ જયરાજસિહ જાડેજા ની દિઘઁ દર્ષ્ટી ને આભારી છે.યુવા અગ્રણી તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) પણ માતા પિતા નાં સેવાયજ્ઞ મા જોડાઇ સવાયા સાબીત થયા છે.પુર પ્રકોપ ની સ્થિતિ માં કેડ સમાણા પાણી માં જોખમ ખેડી પુર મા ફસાયેલા અનેક પરીવાર માટે તેમણે કરેલી બચાવ ની કામગીરી કાબીલેદાદ હતી.કોરોના ની બીજી લહેર મા ગોંડલ તબાહ થઈ રહ્યુ હતુ અને જ્યારે હોસ્પિટલો મા ઑક્સિજન ખુટવા લાગ્યુ ત્યારે દિવસ રાત એક કરી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ ) અને તેમની ટીમે ઓક્સિજન ના બાટલા ની ઈમરજન્સી વ્યવસ્થા કરી અનેક લોકો ના જીવ બચાવવા મા નિમીત બન્યા હતા.આમ જયરાજસિહ જાડેજા પરીવાર ની ગોંડલ પ્રત્યે ની સેવા અજોડ બની રહી છે.
જયરાજસિહ જાડેજા ના નેતૃત્વ મા નગર પાલીકા સતત કાયઁશીલ બની છે.પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ તથા કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજા ના ટીમ વર્ક ને લઈ ને શહેરીજનો સંતોષ નો શ્ર્વાસ લઈ રહ્યા છે.લાઇટ,પાણી કે સફાઇ ની સુંદર વ્યવસ્થા, સિમેન્ટ થી મઢેલા વિશાળ પહોળા રાજમાર્ગો, અધતન ટાઉનહોલ સહીત શહેર નો વિકાસ ટનાટન આગળ ધપી રહ્યો છે.એજ રીતે ભાજપ હસ્તક ની લોકો ની બની રહેલી નાગરીક સહકારી બેંક વેપારી આલમ અને આમ નાગરીક ની કરોડરજ્જ ગણાય છે.હજારો સભાસદો માટે નાગરીક બેંક વિશ્ર્વાસ નુ પ્રતિક ગણાય છે.ઝીરો એનપીએ સાથે નાગરીક બેક એ ગ્રેડ ની હરોળ મા છે.યુવા ચેરમેન અશોકભાઈ પીપળીયા અને બોડઁ ઑફ ડાયરેક્ટર ની ટીમ ખરા અર્થ મા સફળ સુકાની સાબીત બન્યા છે.ગોંડલ નુ માર્કેટ યાર્ડ ગુજરાત નુ નંબર વન બન્યુ છે.સૌરાષ્ટ્ર નુ અગ્રીમ ગણાતુ આ યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ની રાહબરી હેઠળ હવે દેશભર નુ અગ્રીમ યાર્ડ બનવા જઈ રહ્યુ છે તે ગોંડલ માટે ગૌરવ ની વાત છે.તાલુકા પંચાયત પણ યુવા પ્રમુખ ભાગઁવભાઇ ચાંગેલા સહીત ના પદાધિકારીઓ જાગૃતી દાખવી ગ્રામ્ય વિસ્તારો ની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ બન્યા છે.એ હકીકત ને પણ સ્વીકારવી પડે કે આ તમામ સંસ્થાઓ ના રાહબર બની જયરાજસિહ જાડેજાએ પ્રજા મા અદ્ભુત ચાહના સાથે આગવી ઓળખ ઉભી કરી છે.
ગોંડલ પાલિકાએ 80 કરોડના સિમેન્ટ રોડ બનાવ્યા: સૌરાષ્ટ્રમાં અવ્વલ
એક સમયે રજવાડી ગણાતુ ગોંડલ તેના વિશાળ અને પહોળા રોડ-રસ્તાઓ માટે વિશ્ર્વ મા પ્રસિધ્ધ હતુ.સમય ની ગર્તા મા તેની ઓળખ ભુસાતી હતી.પરંતુ છેલ્લા એક દશકા મા નગર પાલીકા એ વિકાસ ની હરણફાળ ભરી નગર જનો ની સુખાકારી ને ખરા અર્થ મા ઉજાગર કરી છે.તેમાય છેલ્લા ત્રણ વર્ષ મા એસી કરોડ ના ખર્ચે શહેર ના મુખ્ય રાજમાર્ગ થી લઈ ને નાની મોટી ગલીઓ તથા વિકસીત વિસ્તારો મા સિમેન્ટ રોડ બનાવી ગોંડલ ની મુળભુત ઓળખ ફરી સ્થાપિત કરી છે.વિકાસ ને વધાવી લેતી હોય તેમ ગોંડલ ની જનતા એ નગરપાલીકા ની ચુંટણી મા તમામ અગીયાર વોર્ડ ની તમામ ચુમ્માલીસ બેઠકો પર કમળ ને ખિલવી કોંગ્રેસ ને જાકારો આપ્યો હતો.કોંગ્રેસ મુકત નગર પાલીકા એ કદાચ ગુજરાત મા દાખલા રુપ ઘટના હશે.
ગોંડલમાં કેસરિયો માહોલ: સાંજે સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો
પેજ સમિતિના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ કાર્યકરોનો ઉત્સાહ વધારશે
ગોંડલમાં સાંજે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નો રોડ શો તથા બાઇક રેલી સાંજે પાંચ વાગ્યે યોજાશે જેને લઈ કાયઁકરોમા જબરો ઉત્સાહ છવાયો છે. ભાજપ અધ્યક્ષ ગોંડલ મા પ્રથમવાર આવી રહ્યા હોય અને જીલ્લા કક્ષા નો કાર્યક્રમ ગોંડલ ને મળ્યો હોય ઉત્સવ નો માહોલ સર્જાયો છે. નવા માર્કેટ યાર્ડ માં પેજ સમીતી સંમેલન સહીત ભાજપ અધ્યક્ષ નાં કાયઁક્રમ રખાયા છે.આજે ગોંડલ ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ જીલ્લા પ્રવાસ અંતર્ગત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાંજે પાંચ કલાકે ગોંડલ વછેરા નાં વાડા માં પંહચશે જ્યાં શહેર તાલુકા ભાજપ દ્વારા દબદબાભેર સ્વાગત કરાશે.બાદ માં બાઇક રેલી સાથે સી.આર.પાટીલ નો ભવ્ય રોડ શો શરુ થશે.જે બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ થઈ નવા માર્કેટ યાર્ડ પંહોચશે.માગઁ મા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરતા છ જેટલા ફલોટ બનાવાયા છે. ઉપરાંત વોરા સમાજ, બૃમ્હ સમાજ, લોહાણા સમાજ, પ્રજાપતિ સમાજ, મોચી સમાજ સહીત જ્ઞાતીઓ માટે અલગ ફલોટ તૈયાર કરાયા છે.જ્યા રોડ શો દરમ્યાન પાટીલ સાહેબ પસાર થાય ત્યારે જ્ઞાતીજનો દ્વારા પુષ્વૃષ્ટી કરી સ્વાગત કરાશે. બસસ્ટેન્ડ ચોક થી સમગ્ર ગુંદાળા રોડ ને કમાનો તથા બેનરો દ્વારા શણગાર કરાયો છે.
જાણીતા કોરિયોગ્રાફર ચેતન જેઠવા ની ટીમ બે અલગ અલગ ફલોટ મા કૃતિ રજુ કરશે.માલધારી યુવાનો દ્વારા પરંપરાગત રાસ રજુ થશે.સી.આર.પાટીલ ખુલ્લી જીપ સાથે રોડ શો માં જોડાશે.સાથે હજારો બાઇક પણ રેલી રુપે રોડ શો મા જોડાશે.રોડ શો દ્વારા નવા માર્કેટ યાર્ડ મા પંહોચ્યા બાદ પેજ સમીતી સંમેલન ને સંબોધી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.પાટીલ નાં આગમન ને લઈ ને વછેરા નાં વાડા થી ગુંદાળા રોડ માર્કેટ યાર્ડ રોડ ને કમાનો થી શણગાર કરાયો હોય કેસરીયો માહોલ છવાયો છે.માગઁ માં આકષઁણ રુપ દેશભક્તિ,રાસગરબા,કિતઁન મંડળીઓ,વેશભૂષા સહીત વિવિધ ફલોટસે આકષઁણ જમાવ્યુ છે.રોડજીલ્લા કક્ષા નો કાયઁક્રમ હોય તાલુકા મથકો પર થી બાઇક સ્વારો અને કાયઁકર્તાઓ ગોંડલ ઉમટી પડ્યા છે.પાટીલ ના કાયઁક્રમ ને સફળ બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા જીલ્લા હોદેદારો ઉપરાંત પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના માગઁદશઁન હેઠળ અશોકભાઈ પીપળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,પ્રફુલભાઈ ટોળીયા, ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, મહામંત્રી ઉપેન્દ્રસિહ ચુડાસમા,અશોકભાઈ પરવડીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ પટેલ,નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજા,યુવા ભાજપ ના રવિ કાલરીયા, જયદિપસિંહ જાડેજા સમીર કોટડીયા, જીલ્લા તાલુકા પંચાયત ના સદસ્યો,નગર પાલીકા ના સદસ્યો સહિત પદાધિકારી ઓ કાયઁકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.