- ગોંડલમાં નવનિર્મિત મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી
ગોંડલ નાં રાજાશાહી સમય નાં બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટ માં કરાયેલ યતિશભાઈ દેસાઈ ની પીઆઈએલ નાં પગલે હાઇકોર્ટ નાં નિર્દેશન મુજબ હરકત માં આવેલી રાજ્ય સરકારે અદાજે 19 કરોડ નાં ખર્ચે ભોજરાજપરા થી કંટોલીયા રોડ વચ્ચે નદી પર નવા પુલ ની મંજુરી અપાઈ હોય નદીકાંઠા નજીક નાં દબાણો હટાવવા નગરપાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ હતું.અને અંદાજે બે હજાર મીટર જગ્યા ખુલી કરાઇ હતી. ત્યારે નદીનાં તટ પર પાકા બાંધકામ કરી વસવાટ કરતા ગરીબ પરિવારોને આવાસમાં મકાન આપવામાં આવ્યા હોવાછતાં જગ્યા મુકતાં ન હોવાથી દર ચોમાસા દરમિયાન રેસ્કીયુ કરવું પડતું હોય છે ઉપરાંત નુકશાન ની ભરપાઈ કરવા માટે સરકાર પાસેથી કેશડોલ પણ લેતાં હોય ત્યારે તંત્ર દ્વારા આવા પરિવારોને આવાસમાં ખસેડીને નદીનાં તટ જગ્યા પણ ખુલ્લી કરવી જરૂરી બની છે
ગોંડલમાં નવનિર્મિત મંજુર કરેલ ફોર લેન બ્રિજની કામગીરીમાં અડચણરૂપ મિલકતો દૂર કરવા નગર પાલિકા દ્વારા નદી કાંઠાના 43 મકાન માલિકોને 10 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આજથી મિલકતનું ડિમોલેશન હાથ ધરાયું છે.પાલિકા તંત્ર દ્વારા ડીમોલેશન કરી આશરે બે હજાર મીટર અંદાજે 5 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ડીમોલેશનની કામગીરીમાં જોડાયા હતાં. ડીમોલેશન પ્રક્રિયામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
સ્થળ પર શહેર મામલતદાર, નાયબ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સર્વેયર બીમલભાઈ જેઠવા, નગરપાલિકા એન્જીનીયર રોહિતભાઈ સોજીત્રા, સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઇ મકવાણા, ચિરાગભાઈ શ્યારા, પ્રતીકભાઈ કોટેચા, નગરપાલિકા વિજળીશાખા, સહિતનું તંત્ર આ ડીમોલેશન માં રોકાયા હતું.
કોંગ્રેસ નાં આગેવાન યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પર નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ જર્જરીત બન્યા હોય ભવિષ્ય માં મોરબીનાં ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરી હતી.જેને પગલે હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અખત્યાર કરી રાજ્ય સરકારને ઉધડો લેવાયો હતો. બીજી તરફ દર ચોમાસા દરમિયાન પાલિકા તંત્ર દ્વારા નદીનાં તટ પર ગેરકાયદેસર વસવાટ કરતાં પરિવારને રેસ્કીયુ કરી બહાર કાઢવામાં આવે છે ત્યારે આમાંથી અમુક પરિવારને આવાસ યોજનામાં મકાન મળેલ હોવા છતાં દબાણ કરેલ જગ્યા છોડતા નથી પરિણામે ચોમાસામાં પુરના કારણે આવા પરિવારોને આર્થિક નુકસાની વેઠવી પડે છે સાથે સાથે તંત્રને કેશડોલ આપવું પડતું હોય જેમને કારણે સરકાર ને પણ નુકશાન જતું હોય છે ત્યારે આવા પરિવાર ને કાયમી ધોરણે જેમને આવાસમાં મકાન ન હોય તેવાને સગવડતા કરી નદીનો તટ કાયમી ધોરણે ખુલ્લો કરવો પણ જરૂરી બન્યો છે આવનાર ચોમાસાને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવે તેથી સરકાર તેમજ તટ પર રહેતાં પરિવાર ને આર્થિક નુકસાની ભોગવવાનો વારો ન આવે ત્યારે આ તરફ તંત્ર ધ્યાન આપશે કે કેમ તે જોવાનું રહ્યું