ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી મોટો બનાવ બનશે તેઓ મેસેજ વાયરલ થતા પોલીસ કરી કાર્યવાહી
ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર નિખીલ દોંગા ગેંગ સામે ગુજશીટોક હેઠળ કાર્યવાહી બાદ નિખીલ દોંગાના વધુ એક વહીવટદારની રૂ.1 કરોડની જંગમ મિલ્કતો સીઝ કરી છે તેમજ ભૂજની જેલમાં રહેલા નીખીલ દોંગાનાન સોશ્યલ મીડીયાના એકાઉન્ટમાંથી તા.31 ઓકટોબરે મોટાબ નાવ બનવાના મેસેજ અંગે જેલરનો જવાબ રાજકોટની સ્પે. અદાલત દ્વારા માંગવામાં આવ્યો છે.આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ગોંડલના નીખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળના ગુનામા 14 આરોપીઓ જુદીજુદીજેલોમાં બંધ છે.
નીખીલ દોંગાના એક સાગરીત પિયુશ કોટડીયા સામે તહોમત લગાવાયેલો છેકે નીખીલ દોંગાની ગેરકાનુની અને ગુનાહી પ્રવૃત્તિઓથી કમાયેલા નાણા પિયુષ કોટડીયા સાથેના ધંધામાં રોકવામાં આવેલા છે.પિયુષ કોટડીયાની સ્વતંત્ર માલીકીની ફોર્ડ એન્ડેવીયર ગાડી અને રોયલ ઈન્ફીલ્ડ બુલેટ ગઈકાલે તપાસનીશ અમલદારે જપ્ત કરેલ છે. આ ઉપરાત બે જેસીબી લોડરો જેમા પિયુષ કોટડીયાની 66% માલીકી હતી તે બંને લોડરો પણ તપાસનીશ અમલદારે જપ્ત કરી 1 કરોડથી વધારેની કિંમતની જગમ મિલકતો તપાસનીશ અમલદારે જપ્ત કરેલી છે.
ગુજસીટોક કેસના ફરિયાદી ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ ખાસ અદાલતમાં અરજી કરી દાદ માંગેલી છે કે, થોડા દિવસો પહેલા નિખીલ દોંગાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી મેસેજ થયેલ છે કે 31.10.22ના રોજ પિતા પુત્ર સામે મોટો બનાવ બનશે. આ મેસેજ નિકળતા પોલીસ ખાતાને જાણ કરેલી કેઅગાઉ ભૂજ જેલમાંથી ભાગેલા નીખીલ દોંગાએ ફરીથી જેલમાં બંધ હોવા છતાં પોતાના ફેસબુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથક્ષ મેસેજ કરેલો છે.જે સ્પષ્ટ પણે ગેરરીતિ સમાન ગરશય છે. આ કારણે તેઓએ નીખીલ દોંગાને ભૂજ જેલમાથી ટ્રાન્સફર કરવાની દાદ માંગેલી છે. આ અરજી ઉપર ખાસ અદાલતે ભુજ જેલના જેલરનો જવાબ માંગેલો છે જેજવાબ મળ્યા બાદ નીખીલ દોંગાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા અંગેનોનિર્ણય ખાસ અદાલત દ્વારા લેવામાં આવશે. આ કેસમાં સરકાર તરફે સ્પે.. પી.પી. સંજયભાઈ કે.વોરા રોકાયેલા છે.