ગોંડલના ભવનાથનગરના પ્રજાપતિ દંપત્તી ગઇકાલે પત્નીના જન્મ દિવસ નિમિતે રાજકોટ ફરવા જવાનું કહ્યા બાદ ભેદી રીતે લાપતા બન્યા છે. ગોંડલ પોલીસે ગુમ નોંધ કરી રહસ્યમય રીતે ગુમ થયેલા દંપત્તીની શોધકોળ હાથધરી છે.
ભવનાથનગરમાં રહેતા ધવલભાઇ કમલેશભાઇ દેવગાણીયયા નામના 28 વર્ષના પ્રજાપતિ યુવક અને તેમની 23 વર્ષની પત્ની મિતલ ગઇકાલે બપોરથી ભેદી રીતે લાપતા બન્યાની કમલેશભાઇ પરસોતમભાઇ દેવગાણીયાએ પોલીસમાં ગુમ નોંધ લખાવી છે.
ગઇકાલે મિતલબેન દેવગાણીયાનો જ્ન્મ દિવસ હોવાથી પતિ ધવલભાઇ સાથે રાજકોટ ફરવા ગયા બાદ પરત ન આવતા પરિવાર દ્વારા બંનેની શોધખોળ હાથધરી હતી. ધવલ અને તેની પત્ની મિતલબેન પોતાના મોબાઇલ ઘરે જ રાખીને ગયા છે. તેમજ બાઇક પર તેમનું ઘરે જ હોવાનું કમલેશભાઇ દેવગાણીયાએ જણાવ્યું છે. કમલેશભાઇ દેવગાણીયા સયુકત પરિવારમાં રહે છે અને ગોંડલ શાક માકેર્ટમાં શ્રીનાથજી મસાલાનો વ્યવસાય કરે છે. ધવલ દેવગાણીયાના ત્રણ વર્ષ પહેલાં જ્ઞાતિના રિવાજ મુજબ અમરેલી ખાતે લગ્ન થયા હોવાનું જણાવ્યું છે.