ગોંડલ માં કોરોના બેકાબુ બનવાં પામ્યો છે.રોજનાં સરેરાશ પચાસ થી વધું પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે.છેલ્લા બે દિવસ માં 180 પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે.સિવીલ હોસ્પિટલ માં કોરોના ટેસ્ટ સેન્ટર માં સવાર થી જ ટેસ્ટીંગ માટે કતારો લાગે છે.સેન્ટર બહાર છાંયા ની કોઈ વ્યવસ્થા ના હોય લોકો આકરાં તડકામાં હેરાન થતાં નજરે પડે છે.શનિવારે એન્ટીજન રેપીડ ટેસ્ટ 227લોકોએ તથાં રવિવાર નાં 207 અને સોમવાર નાં 227 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી કોરોના ને કારણે આઠ વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યાં છે.આરટી પીસીઆર ટેસ્ટ માટે પણ લાંબી કતારો લાગી છે.આજે રેપીડ ટેસ્ટ ની કીટ ખુટી પડતાં લોકો હેરાનપરેશાન બન્યાં હતાં.
સિવિલ હોસ્પિટલ કોવિડ વિભાગના તમામ 54 બેડ તથાં અમૃત હોસ્પિટલ નાં 31 બેડ દર્દીઓ થી ફુલ થઇ ચુક્યાં છે.જ્યાંરે શહેર ની ચાર ખાનગી હોસ્પિટલમાં કોવિડ સારવાર શરું કરાઇ છે અને ત્યાં તમામ બેડ ફુલ હોય કોરોના પીડીતો ઓકસીજન તથાં બેડ માટે અહીં તહીં ભટકતાં નજરે પડતાં હોય પીડાદાયક દ્રષ્યો નજરે પડી રહ્યા છે.