બેંક દ્વારા 190.57 કરોડનુ ધિરાણ કરાયુ: જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં નાગરિક બેંક ટોપ પર

ગોંડલ માં ’લોકો ની બેંક ’ ગણાતી નાગરીક સહકારી બેંકે પુરા થતા વર્ષ માં પાછલા વર્ષો ની તુલના મા પ્રગતિ ની હરણફાળ ભરી હોય સહકારી ક્ષેત્ર માં નવા આયામ સર્જાયા છે.રેકર્ડબ્રેક નફા માટે બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા તેમની ટીમ ની મહેનત સફળ બની છે.

ગોંડલ ના અર્થતંત્ર ની ધોરીનશ ગણાતી નાગરીક બેંકે પુરા થતા વર્ષ માં સાડા પાંચ કરોડ નો નફો કર્યો છે.છેલ્લા બે વર્ષ પહેલા બેંક મા ફિક્સ ડિપોઝિટ અંદાજે 296 કરોડ હતી.જેમા ઉતરોતર વધારો થતા હાલ 333.26 કરોડ ની થવા પામી છે.એ જ રીતે પાછલા વર્ષો મા ધિરાણ અંદાજે 140 કરોડ થયુ હતુ.પરંતુ ચેરમેન અશોકભાઈ પીપળીયા ના સચ્યુત પ્રયાસો થી વેપારીઓ તથા મધ્યમવર્ગીય લોકો ને પ્રોત્સાહન મળતા 190.57 કરોડ નુ ધિરાણ થવા પામ્યુ છે.જ્યારે પુરા થતા વર્ષ મા પણ બેંક નુ એનપીએ ઝીરો રહ્યુ છે.

ગોંડલ માં ત્રણ અને રાજકોટ, શાપર,જસદણ, સાણથલી અને દેરડી સહિત જીલ્લાભર મા આઠ બ્રાંચ ધરાવતી નાગરીક સહકારી બેંક મા તમામ ડીરેકટરો ઉપરાંત પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ની યોગ્ય દેખરેખ અને અશોકભાઈ પીપળીયા ના કુશળ વહીવટ ને કારણે નાગરીક બેંક લોકો ના વિશ્વાસ નુ ઉતમ ઉદાહરણ બની છે. સભાસદો, ખાતેદારો અને લોનીઓ ને નેટ બેંકીંગ સહિત ની સુવિધાઓ સરળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.