૬૬મી સાધારણ સભા  સેમળા પાસેનાં ગણેશ ગઢ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં યોજાઇ

 

અબતક, જીતેન્દ્ર આચાર્ય

ગોંડલ

ગોંડલ  રાજકોટ, દેરડી, જશદણ, સાણથલી,શાપર સહીત આઠ બ્રાંચ સાથે ૫૩૦૫૧ સભાસદો ધરાવતી અગ્રીમ નાગરીક સહકારી બેન્ક ની સાધારણ સભા ચેરમેન અશોકભાઈ પીપળીયા ની અધ્યક્ષતા માં યોજાઇ હતી.જેમાં બેન્કનાં વાઇસ ચેરમેન તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ બેન્ક ની પ્રગતિ અંગે ચેરમેન, ડીરેકટરો તથાં સ્ટાફની જહેમત ની સરાહના કરી ચાલુ વર્ષે સભાસદ ભેટ,બાર ટકા ડિવિડન્ડ  તથાં   નાગરીક બેન્ક માત્ર જીલ્લા પુરતી સિમીત નહીં રહેતાં ગુજરાત ભર માં શાખોઓ ખોલવા ની જાહેરાત  કરી હતી.બેન્ક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા એ જણાવ્યું કે છેલ્લા ત્રણ માસમાં બેન્ક દ્વારા એક કરોડની રીકવરી કરાઇ છે.જયારે ચૌદ કરોડ જેવી થાપણ જમા થવાં પામી છે.માંડવીચોક મુખ્ય બ્રાંચ નાં બિલ્ડીંગ પાસે ટ્રાફીકની સમસ્યા હોય આગામી સમયમાં અન્ય જગ્યાએ બેન્ક નું અધ્યતન બિલ્ડીંગ બનશે તેવું જણાવ્યું હતું.તેમણે નાગરીક બેન્કની સેવા છેવાડાં નાં વિસ્તાર સુધી સુલભ અને સરળ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી.સભામાં ઉપસ્થિત બેન્કના ડીરેક્ટર પ્રહલાદભાઇ પારેખ સહકારી અગ્રણી મગનભાઈ ઘોણીયા, યાડઁનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા, કનકસિંહ જાડેજા એ વેપારી આલમ તથાં આમ આદમી માટે નાગરીક બેન્ક પોતીકી બેન્ક હોવાનું જણાવી સહકારી ક્ષેત્રે નાગરીક બેન્ક અવ્વલ સ્થાન ધરાવે છે તેવું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર માં અગ્રીમ ગણાતાં માર્કેટ યાડઁ દ્વારા યાડઁ ની પ્રગતિમાં માગઁદશઁક બની રાહબર બની રહેનારાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં તાજેતરમાં  પ્રદેશ ભાજપ સહકારી સેલ નાં ડીરેકટર પદે નિમણુંક પામેલાં કુરજીભાઇ ભાલાળા નું વિરોચિત સન્માન કરાયું હતુ.બેન્ક નો વાર્ષિક અહેવાલ જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટ દ્વારા રજુ કરાયો હતો.આભાર વિધી ડીરેક્ટર એડવોકેટ કાંતિલાલ સોરઠીયા એ કરી હતી જયારે સભા સંચાલન લિગલ એડવાઈઝર જે.બી.કાલરીયા તથાં પ્રફુલભાઇ ટોળીયા એ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.