લોકોને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરાવી જાગૃત કરાયા
ગોંડલના ચોરડી ગામમાં ગુજરાત રાજય યુવા બોર્ડ પ્રેરિત સ્વામીવિવેકાનંદ યુવા કેન્દ્ર તથા ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં ગ્રામજનોને આશરે ૧૨૦૦ જેટલામાસ્ક બનાવીને આપવામાંઆવ્યા હતા. આ સાથે જરૂરતમંદ પરિવારોને અન્નકીટની સહાય પણ કરવામાં આવી હતી. તેમજ લોકોને કોરોના સક્રમણ પ્રત્યે જાગૃત કરવામાંહેતુથી આયુર્વેદિક ઉકાળાનું સેવન કરાવ્યું હતુ.
ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ચોરડી તથા ગ્રામ પંચાયત ના સૌજન્ય થી આર્યુવેદીક ઉકાળાનુ વીતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ તા.પંચાયત કારોબારી ચેરમેન તથા ચોરડી સરપંચ ભીખુભા ઝાલા, ગ્રામ પંચાયત સભ્ય પ્રકાશભાઈ હદવાણી તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ગોંડલ ના સંયોજક કલ્પેશભાઈ ખાખરીયા તથા ચોરડી ગામના સંયોજક તથા સભ્યો હરીચંન્દ્રસીંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, જયવંતસીંહ ઝાલા તથા અનીરુધ્ધસીંહ ઝાલા તથા કુલદીપસીંહ ઝાલા,મેઘરાજસીંહ ઝાલા તથા ગીરધરભાઈ ચૌહાણ વગેરે જોડાયા હતા. આ આર્યુવેદીક ઉકાળામાં ગામના ભાઈઓ,બહેનો તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારી સામે લડવા માટે લોકડાઉનમાં પણ કેન્દ્ર તથા ગ્રામ પંચાયત દ્વારા આશરે ૧૨૦૦ માસ્ક બનાવી ગ્રામજનો ને વીતરણ કરેલ હતા. તેમજ ચોરડી ગામના જરૂરીયાતમંદ વ્યક્તિઓને ગ્રામ પંચાયત દ્વારા રાશનકીટ નું વીતરણ કરવામાં આવ્યું હતું.