ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાવંત સ્મૃતિ તીર્થ શ્રી અક્ષર દેરી 150મી જયંતી અક્ષરદેરી સાર્ઘ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સોમવારના ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ હાજરી આપી હતી. મંદિરે પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિએ અક્ષર દેરીની પ્રદક્ષિણા કરી પૂજા કરી હતી. યોગી સ્મૃતિ મંદિર દર્શન કરી સ્વામિનારાયણ નગર ખાતે મુખ્ય સભાને સંબોધન કર્યું હતું. સાથે રાજ્યપાલ ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાઓ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિના આગમનને પગલે પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ જણાવ્યું હતું કે ૩૦ સિનિયર ડીવાયએસપી, એસ.પી, 100 પી.એસ.આઇ, પી.આઈ અને 700 જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. રાજકોટથી લઇ ગોંડલ સુધી ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે રાષ્ટ્રપતિના ક્લોઝ પ્રોટેક્શન માટે સુરક્ષાચક્ર પણ બનાવાયું છે.