અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

” મન હોય તો માળવે જવાય ’આ કહેવત આપણે અનેકવાર સાંભળી છે અને વાંચી પણ છે.આ કહેવત નો ખરો સાક્ષાત્કાર ગોંડલ ની શાક માર્કેટ મા છોટે ઉસ્તાદ દ્વારા થઈ રહ્યો છે.

માંડવીચોક શાક માર્કેટ માં નાગરીક બેંક ના ખુણે થી પ્રવેશ કરો એટલે પહેલો થડો છોટુ ઉસ્તાદ નો આવે,માત્ર અઢી ફુટ ની હાઇટ ધરાવતા યુસુફ બરકાતી જન્મજાત અપાહીજ છે.હાલ ત્રીસ વર્ષ ની વય ધરાવતા યુસુફ બરકાતી ઉર્ફ છોટે ઉસ્તાદ છેલ્લા બાર વર્ષ થી શાક માર્કેટ માં લીલાધાણા,ભાજી, લીંબુ,સહીત શાકભાજી નો થડો ચલાવી રહ્યા છે.ઈશ્ર્વરે બક્ષેલી અપાહીજતા ને દુર ધકેલી છોટે ઉસ્તાદ શાકભાજી જેવુ લીલુછમ જીવન બસર કરે છે.

પરીવાર માં વૃધ્ધ માતા પિતા ઉપરાંત એક ભત્રીજી તથા એક ભત્રીજા નુ ભરણપોષણ પણ કરે છે.છોટે ઉસ્તાદ ના નશીબ મા ભણતર નથી.પણ ભત્રીજા,ભત્રીજી ને દિલ થી ભણાવી રહ્યા છે.

મોઢા પર દાઢી,મુંછ ઉગેલા હોય પણ હાઇટ અઢીફુટ હોય તો વ્યક્તિ મજાક નુ પાત્ર બને એ સ્વભાવિક છે.પણ છોટે ઉસ્તાદે મજાક નુ પાત્ર બનવા ને બદલે કોઈ પોતાના જીવન પર થી પ્રેરણા મેળવે તેવુ જીવન પસંદ કર્યુ.

છોટે ઉસ્તાદ કહેછે કે ’ પિતા માર્કેટ યાર્ડ મા મજુરી કામ કરતા હતા,હુ જન્મ થી જ શારીરીક દુવિધાઓ અનુભવતો હતો,જુની માર્કેટ મા જમીન પર પાથરણું પાથરી આદુ,કોથમીર વેચવાંનુ શરુ કર્યુ.લોકો મને પ્રોત્સાહિત કરવા મારી પાસે થી ખરીદી કરતા થયા અને ફાવટ પણ આવી ગઈ.નાગરીક બેંક પાછળ નવી શાક માર્કેટ થઈ તો થોડી મુંઝવણ થઈ કે થડો લેવા પૈસા તો નથી!

પણ એ સમયે એક અઢીફુટ ના ઇન્સાન ની કદર તે સમય ના ધારાસભ્ય જયરાજસિહે કરી,મને થડો અપાવ્યો,આજે માર્કેટ મા છોટે ઉસ્તાદ નો થડો જામેલો ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.