ધો.૧૦માં પાસ થવા ૧૯૭૦માં ૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ગોંડલ સેન્ટરની પસંદગી કરી હતી

ગોંડલ તાલુકા ભાજપ માજી પ્રમુખે ડમી છાત્રને બેસાડયા હોવાની કોંગ્રેસ પ્રમુખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રજુઆત કરી

પરીક્ષા ચોરીનું એપીક સેન્ટર ગણાતા ગોંડલમાં સીસીટીવી અને સ્કવોડ મારફત કડક નિગરાની રખાય તે ખુબ જ આવશ્યક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગોંડલ પરીક્ષા કેન્દ્ર ગેરીરીતિ અને ડમી પરીક્ષાર્થીઓ માટેનું સ્વર્ગ બની ગયું છે. ગોંડલ એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ તેમજ બી.એ.ની સેમેસ્ટર-૧ની પરીક્ષા ચાલુ હોય જેમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનતથી પરીક્ષા પાસ કરીને પોતાનું ભવિષ્ય બનાવવા માટે દિન-રાત મહેનત કરતા હોય છે પરંતુ ગોંડલ તાલુકા ભાજપનાં માજી પ્રમુખને ગ્રેજયુએટ થવાના અભરખાને લઈ બી.એ. સેમ-૧ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવા અંગેની જાણ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખને થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લેખિતમાં રજુઆત કરી હતી અને આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી જોકે પરીક્ષા કેન્દ્રમાં ડમી છાત્ર બેસાડવાની ફરિયાદ આવી છે તે કોલેજ ભાજપની જ હોવાથી સમગ્ર પ્રકરણ દબાવી દેવામાં આવે તેવી હિલચાલ ચાલી રહી છે. ગોંડલ પહેલેથી જ પરીક્ષા ચોરી અને ગેરીરીતી માટેનું સ્વર્ગ બન્યું છે કેમ કે, ખોટી રીતે પાસ થવું, ચોરી કરીને પાસ થવું ગોંડલનાં કેન્દ્રમાંથી જ થઈ શકાય. ૧૯૭૦-૭૫નાં દાયકામાં ઓલ્ડ એસએસસીમાં ગુજરાતમાં પરીક્ષાની એક પણ સ્કોડ ન હતી તે દાયકામાં ધો.૧૦માં ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી એક સાથે ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ગોંડલમાં ફોર્મ ભર્યા હતા ત્યારે પરીક્ષાનાં ઉમેદવારોને કયાં બેસાડવા તે મોટો પ્રશ્ર્ન થયો હતો અને સૌપ્રથમવાર ગુજરાતમાં ૧૯૭૦નાં દાયકામાં કોપી કેસ નોંધાયો હતો અને ત્યારથી જ સ્કોડનો જન્મ થયો હતો ત્યારબાદ કોલેજોમાં પણ ગોંડલનાં કેન્દ્રોમાં ખુબ જ ચોરી થયાની ફરિયાદો થતી હતી. હજુ પણ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલે થયેલા ડમી કેસ મામલે વધુ તપાસ થાય તો સત્તાની ટોચ પર બેઠેલા લોકો પણ સંડોવાય અને હજુ વધુ ડમી પરીક્ષાર્થીઓ પકડાય તેવી પ્રબળ શકયતા છે જોકે પરીક્ષા ચોરીનું એપી સેન્ટર ગણાતા ગોંડલનાં તમામ પરીક્ષા કેન્દ્રમાં ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષાનું સીસીટીવી મોનીટરીંગ ચકાસવામાં આવે તો મોટા માથાઓ પણ સંડોવાય તે નકકી છે.

7537d2f3 3

ગઈકાલે ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તાલુકા ભાજપ માજી પ્રમુખ અલ્પેશભાઈ ગોવિંદભાઈ ઢોલરીયા બી.એ. સેમ-૧ની પરીક્ષા આપતા હોય તેમની જગ્યાએ ડમી વિદ્યાર્થી તેઓનાં સીટ નંબર ૧૨૨૭૩૨, બ્લોક નં.૨ ઉપર બેસાડેલ હોય તો ડમી વિદ્યાર્થી તેમજ તાલુકા માજી પ્રમુખ સામે અગાઉનાં પેપરમાં કોણ બેઠા હતા તેમની સીસીટીવીનાં આધારે તપાસ કરી બંને આરોપીઓ સામે કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે લેખિતમાં રજુઆત કરી છે. જયારે આ પરીક્ષાનાં બનાવને લઈ માજી તાલુકા પ્રમુખ મેં ભી ચોકીદાર હું સુત્ર સાર્થક ન કરી શકતા આ બનાવ ગોંડલ શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે તો બીજીબાજુ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાનાં ગ્રેજયુએશન થવાના ઓરતા હાલ અધુરા રહેવા પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.