મેઘ સમાન જન નહીં
આપ સમાન બળ નહી મેઘ સમાન જલ નહી વરસાદની રાહજોવાતી હતી પાણી ખુટી રહ્યા ની ચિંતા હતી ત્યાંજ મેઘમોર થતા પાણી પાણી થઈ ચુકયું છે. તળીયાજાટક જળાશયો ભરાય ગયા છે. અને અનેક છલુ છલુ થઈ રહ્યા છે. ગોંડલ માં છેલ્લા અઠવાડીયા થી મેઘરાજા મન મુકી વરસી રહ્યા હોય શહેર ની જીવાદોરી સમા ત્રણેય જળાશયો છલોછલ બન્યા છે.જેમા મોવિયા રોડ વિસ્તાર ને પાણી પંહોચાડતા સેતુબંધ ડેમ ઓવરફલો થયો છે.જ્યારે આશાપુરા ડેમ છલોછલ થતા ઓવરફલો ની તૈયારી માં છે.તો વેરીતળાવ ને ઓવરફલો થવા માં એક ફુટ બાકી છે.ચોમાસા નાં પ્રારંભ માં જ જળાશયો છલોછલ થતા શહેરીજનો ખુશખુશાલ બન્યા છે.ગતરાત્રી થી સવાર સુધી જાપટા રુપે વરસતા દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. દિવસભર હળવા ભારે જાપટા વરસ્યા હતાં.સતત વરસતા વરસાદ ને કારણે શહેર મા વિવિધ વિસ્તારો સહિત રાજમાર્ગોપર પાણી ભરાતા હોય લોકો પરેશાન બન્યા છે.