બેટી બચાવો, દિકરી ભણાવો, સામાજિક એકતા અને શિક્ષણ જાગૃતિ તા સામાજિક સમરસતા સહિતના વિષયોને આવરી લેતા ૪૦ જેટલા ફલોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે
ગોંડલમાં આવતીકાલે હનુમાન જયંતિ નીમીતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ૩૦ જેટલા ધાર્મિક અને ૧૦ જેટલા સામાજિક ફલોટ્સ રહેશે. જેમાં બેટી બચાવો, દિકરી ભણાવો, સામાજિક એકતા, શિક્ષણ જાગૃતિ અને સામાજિક સમરસતા સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ગોંડલ શહેર અને તાલુકામાંથી ૫૦૦ જેટલા બાઈકોની રેલી નીકળશે. આ તકે વન વિભાગ દ્વારા ફાળવાતા ઘાંસના પ્રશ્ર્નો મામલે પણ ઠરાવ કરવામાં આવશે.
આ શોભાયાત્રા રામબંગલાથી ગુંદાળા રોડ, પુનીતનગર, ગવત્રી ગ્રુપ શેરી, જેલ ચોક, ભોજરાજપરા, ચબુતરો, રામદુત હનુમાનજી મંદિર, મોટીબજાર, દરબાર ચોક, માંડવી ચોક, કડીયા લાઈન, તરકોષી હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થશે. આ શોભાયાત્રા સવારે ૭:૩૦ કલાકે શરૂ નાર છે. શોભાયાત્રામાં પુજય હરિચરણદાસ બાપુ રામજી મંદિર ગોંડલ, પુજય સીતારામબાપુ વડવાળી જગ્યા ગોંડલ, જેરામદાસબાપુ રામ મંદિર ગોંડલ, ડો.રવિદર્શનજી ભુવનેશ્ર્વરી મંદિર, પુજય ચંદ્રબાપુ મામદેવ સંસ ગોંડલ, ડો.રવિદર્શનજી ભુવનેશ્ર્વરી મંદિર, નારાયણસ્વ‚પદાસજી ફાટક ગુરૂકુળ, વલ્લભદાસજી સ્વામીનારાયણ મંદિર, પુજય બાલાકદાસબાપુ ભુરાબાવા ચોરો, અતુલબાપુ નરસીંહ મંદિર સહિતના સંતો-મહંતો હાજર રહી આર્શીવચનો પાઠવશે. આ તબકકે ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધ માટે બનાવેલા કડક કાયદાને વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોંડલ યુનિટ દ્વારા આવકારવામાં આવશે અને આવા કાયદાથી ગૌરક્ષાને વેગ મળશે. તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવનાર છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેશજી કોલી, તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભુવા, બજરંગદળના પ્રમુખ હિરેનભાઈ ડાભી તેમજ બટુકભાઈ સાવલીયા, હર્ષદભાઈ રામોલીયા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, રોહિતસિંહ ચુડાસમા, રસ્મીનભાઈ અગ્રાવત, સાગર કાચા, રવિભાઈ રાદડીયા, સામતભાઈ બાંભવા, ચીરાગભાઈ ગોલ, જીતુભાઈ જાડેજા, નિલેષભાઈ પરમાર,હકાભાઈ ટિલાળા, રસિકભાઈ ટીલાળા, કમલેશભાઈ ગોહેલ, રાજુભાઈ મકવાણા, પિન્ટુભાઈ ભોજાણી, વૈભવભાઈ ગળાત્રા, નિર્મળસિંહ ઝાલા, ચેતનભાઈ ઠુમ્મર,જયસુખભાઈ વઘાસીયા, રાજનભાઈ ચુડાસમા સહિતનાઓએ જહેમત ઉઠાવેલી છે.