અગાઉ મજૂરીના પૈસા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્રોએ કર્યો હુમલો

ગોંડલ તાલુકાના બિલિયાડા ગામે કુટુંબી ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા ભાઈ – બહેનને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં અગાઉ મજૂરીકામ પૈસાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં યુવાન પર પિતા – પુત્રોએ હુમલો કર્યો હતો. જેમાં છોડાવવા પડેલી બહેનને પણ માર માર્યાનું જણાવાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બિલિયાડા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા રવિભાઈ અમૃતભાઈ પાતર નામના 26 વર્ષીય યુવાન પર તેના જ મોટાબાપુ વિનોદ નથુ પાતર અને તેના પુત્રો મયુર અને રસિક ત્રણેયે હુમલો કર્યો હતો.

આ અંગે રવિ પાતરે ફરિયાદમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા પોતે રામાપીર મંદિર પાસે બેઠો હતો ત્યારે અગાઉ મજૂરીકામના પૈસાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટનો ખાર રાખી ત્રણેય શખ્સોએ માર માર્યો હતો. ત્યાર બાદ યુવક ઘરે જતો રહેતા આ ત્રણેય કુટુંબીઓએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે છોડાવવા પડેલી યુઆવનની બહેન શીતલબેનને પણ માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.