ગોંડલ તાલુકાનાં ખડવંથલી ગામે રહેતા દર્શક ગિણોયા દ્વારા ગોંડલ શહેરનાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના સાસુ-સસરા, પત્ની તથા સાળા ઉપરાંત તેમના સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે, સમાધાનની બેઠક કરીને સામાપક્ષ વાળાએ સાથે મળીને પોતાના પરિવાર તથા પોતાના સગા-સબંધીઓ પર હિચકારો હુમલો કર્યો છે તથા પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

બંને પક્ષના સગા-વ્હાલાઓનો બોલાચાલીમાં  મામલો બીચકયો: ખડવંથલીનાં યુવકની સસરા-સાસુ,પત્ની તથા સાળા સહિત સામે નોંધાતો ગુનો

બનાવની વિગત એવી છે કે, ગોંડલનાં ખડવંથલી ગામે રહેતા અને બેંગ્લોર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા દર્શક શશીકાંતભાઈ ગીણોયાનાં લગ્ન તા.02.05.2023નાં રોજ ગોંડલનાં અશોકભાઈ ધીરુભાઈ વૈષ્ણવની પુત્રી સાથે થયા હતા.ત્યારબાદ પોતાનાં પત્ની સાથે પોતે બેંગ્લોર સ્થાયી થયા હતા ત્યારે પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા સાસરિયા પક્ષનાં જણાવ્યા અનુસાર પોતાના પત્નીને તેમના સબંધીને ત્યાં મૂકી આવ્યા હતા.ત્યારબાદ પત્ની તથા સાસરીયા પક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોઈપણ પ્રકારનો સંપર્ક થઇ શક્યો ન હતો.

બાદમાં તા.24.07.2023નાં રોજ બંને પક્ષ વચ્ચે સગાઓ મારફતે સમાધાનની બેઠક માટે પોતાના માતા-પિતા તથા પરિવાર સાથે આર.કે. સીટી,ગુંદાળા રોડ,ગોંડલ ખાતે ગયા હતા ત્યારે અચાનક તેઓ પોતાની પત્ની સાથે વાત-ચિત કરતા હતા ત્યારે તેમના કૌટુંબીક સાળા દ્વારા પોતાને માર મારવામાં આવ્યો હતો અને સસરા પક્ષ દ્વારા પોતાના માતા-પિતાને માર મારતાં ફરિયાદીએ તેના સાસરીયા પક્ષનાં અશોકભાઈ ધીરુભાઈ વૈષ્ણવ, પ્રફુલ્લાબેન અશોકભાઈ વૈષ્ણવ,તુષાર અશોકભાઈ વૈષ્ણવ,કૃપાલી અશોકભાઈ વૈષ્ણવ તથા દિલીપભાઈ સોજીત્રા, કૃણાલ દિલીપભાઈ સોજીત્રા અને દુષ્યંત યશવંતભાઈ વૈષ્ણવ સહિતનાઓ સામે ગોંડલ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ 323,504,506(2),114 હેઠળ ફરિયાદ નોંધાવી છે.હાલમાં પોલીસે આ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.