વેપારીને આર્થિક  જરૂરીયાત ઉપસ્થિત થતા નાગરિક બેંકમાં પત્ની ડિરેકટર  હોવાનું કહી લોન મંજૂર કરાવી

બેંકના તત્કાલીન મહિલા સદસ્ય અને તેના પતિ સામે  નોંધાતો ગુનો  લોધિકા પંથકની જમીન કૌભાંડમાં કિશોર આદીપરા સામે ફરિયાદ નોંધાઈ

ગોંડલ ખાતે  આવેલા જુના યાર્ડમાં શાકભાજી અને ફળોના  કમિશન એજન્ટ પટેલ વેપારીને ધંધામાં આર્થિક  જરૂરીયાત ઉપસ્થિત થતા ગોંડલ નાગરીક  સહકારી બેંકમાંધી લીધેલી રૂ.25 લાખની લોન લીધી હતી. જે લોનની રકમ ભાજપ અગ્રણી  કિશોર  આદીપરા અને બેંકના   તત્કાલીન  ડિરેકટર  કિરણબેન  આદીપરાએ ઉપાડી લઈ  ભરવાની ખાત્રી આપી હતી પરંતુ આજ દીન સુધી રકમ નહી ભરતા  ભાજપ અગ્રણી અને  તેની પત્ની વિરૂધ્ધ ફરિયાદ  નોંધી ધરપકડ  કરવા તજવીજ હાથ ધરી છે.

વિગતો મુજબ ગોંડલના કૈલાસ બાગમાં રહેતા જેરામભાઈ ઠુમરે નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં પટેલ કોલોનીમાં રહેતા ગોંડલ નાગરિક બેંકના તાત્કાલિક ડાયરેક્ટર કિરણબેન કિશોરભાઈ આદિપુરા અને તેના પતિ કિશોરભાઈ છગનભાઈ આદિપરાના નામ આપ્યા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે, હું ગોંડલ શહેર ખાતે રહ્યુ છું.અને જુના માર્કેટીંગ યાર્ડ ખાતે શાકભાજી તથા ફળોના કમીશન એજન્ટ નું કામ ધંધો કરતો હોય અને સ.ને 2014 માં મારા ઘંઘામાં ખોટ આવેલ હોય જેથી તુ મોવિયા ગામ ખાતે 2 હેતા મારા મીત્ર ઉકાભાઈ ભરવાડ ને મળવા ગયેલ હતો. અને મારે ધંધામાં ખોટ આવેલ છે અને મારે પૈસાની ખુબજ જરુ રીયાત છે તેમ વાતચીત થતા મને આ ઉકાભાઇ ભરવાડે વાત કરેલ કે અમારા ગામના કિશોરભાઇ છગનભાઇ આંદીપરાના પત્ની કીરણબેન આંદીપરા ગોંડલ નાગરીક બેન્કમાં ડીરેકટર છે.જેથી તમેને લોન લેવામાં સરળતા રહેશે તેમ કહેતા મેં તેમનો સંપર્ક કર્યો હતો અને તેઓને મારે રૂપિયા 15 લાખની લોન ની જરૂર હોવાની વાત કરી હતી. જેથી મને આ કિશોરભાઇએ કહેલ કે મારા પત્ની

ગોંડલ નાગરીક બેંકમાં ડીરેકટર છે. હું તમને મારા પત્નીને કહીને તમારી લોન મંજુર કરાવી આપીશ તમારે ગોંડલના નાગરિક બેંકમાં ગઈ હતો અને તેને મારી લોન મંજુર કરવા ભલામણ કરી આપી હતી. જેથી મારા લોન માટેના કાગળિયા દંપતિને આપ્યા હતા. જેમાં બને લોન મંજૂર કરાવી આપી હતી. અને મારે હપ્તા ચડી ગયા હતા જેથી તેની તપાસ કરવા માટે હું બેંકે ગયો હતો જ્યાં મને જાણવા મળ્યું હતું કે મારે રૂપિયા 15 લાખની નહિ પરંતુ રૂપિયા 25 લાખની લોન ચાલુ છે. જે બાબતની વાત મેં આ કિશોરભાઈ ને કરતા તેને મને કહ્યું હતું કે મારે પણ પૈસાની જરૂરિયાત છે જેથી મેં 25 લાખની લોન કરાવી આપી છે પરંતુ હું તેના પૈસા ભરી આપીશ હોવાનો મને વિશ્વાસ અપાવ્યો હતો અને તે બાબતનો મને સંબંધિત પત્ર લખીને પણ આપ્યો હતો.

સંમતિ પત્ર લખ્યા બાદ પણ તેઓએ લોનના હપ્તા ભર્યા ન હતા અને મને ન્યૂઝ પેપર માધ્યમ મારી મિલકતની હરાજી થવાની હોવાની માહિતી મળી હતી જેથી મેં કિશોરભાઈ ને આ વિશેની વાતચીત કરી હતી ત્યારે તેમને બેંકમાં હરાજી અટકાવી આપી હતી પરંતુ આજ સુધી તેઓએ લોનના પૈસાઓ ન ભરી હું પણ હોવાનો ફાયદો ઉઠાવી રૂપિયા 25 લાખની લોન કરાવી મારી સાથે છેતરપિંડી કરતા મેં આજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.