ગોંડલની ૧૫ કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને મોટા પાપે થયેલા બોગસ વોટિંગના આક્ષેપ સાથે કોર્ટમાં પડકારાઇ છે.

પ્રાપ્ત મળતી વિગતો મુજબ 15 માર્ચે રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ગોંડલ તાલુકાના 15 કોલીથળ મતદાર વિભાગની ચૂંટણીને કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિબા વિક્રમસિંહ જાડેજાએ તેમના વકીલ સંજય પંડિત મારફત ગોંડલ સિવિલ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરી છે.

આ અરજીમાં જણાવ્યા મુજબ હાલમાં ગત તા. ૨૮-૨-૨૦૨૧ ના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોંડલ તાલુકાની બેઠક 15 કોલીથળ મતદાન વિભાંગના લગભગ ૩૩ જેટલા મતદાન મથકો પૈક મોટા ભાગના મતદાન મથકોમાં બોગસ વોટિંગ કરવામાં આવેલા હોવાના દસ્તાવેજ આધાર પુરાવાઓ સાથે સમગ્ર ચૂંટણીને ગોંડલ કોર્ટમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિબા વિક્રમસિંહ જાડેજાએ તેમના વકીલ મારફત પડકારેલી છે.

આ ચૂંટણી અરજીમાં જણાવ્યા મુજબ ગોંડલ પંથકમાં ઘણા લાંબા સમયથી પકડાયેલા બાહુબલીઓ અને તેમના માળતિયાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જિતાડવાના મતદાન મથકો ઉપર ફરજ બજાવતા અધિકારીઓ સહિતે મિલપીપણા કરી ગેરકાયદેસર રીતે મોટાપાયે બોગસ વોટિંગ કરેલ હોવાનું તમામ આધાર પુરાવાઓ સાથે રજુઆત કરવામાં આવી છે અને સમગ્ર ચૂંટણીને રદબાતલ કરવા અને નવેસરથી પક્ષપાત રહિત ચૂંટણી કરાવવા દાદ માંગવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી કમિશનર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી તથા જીતેલા ભાજપના ઉમેદવાર સહદેવસિંહ રેવતુભા જાડેજા પક્ષકાર તરીકે જોડેલી છે.

ચૂંટણી અનુસંધાને અરજદારએ મહત્વના એવા તમામ દસ્તાવેજો કે, જે હાલ જિલ્લા ચૂંટણી અધિકારીના કબ્જામાં છે. તે તમામ દસ્તાવેજોની વિધિવત માંગણી કરેલી છે. જે દસ્તાવેજો કોર્ટના રેકર્ડ પર આવતા આવનાર ભવિષ્યમાં ચૂંટણીની ગેરકાયદેસરતા અંગે મોટા કડાકા ભડાકા થવાના એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.