‘તાઉતે’ વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર ખડે પગે કાર્ય કરી રહી છે. આ સાથે પોત-પોતાના વિસ્તારમાં વાવાઝોડાને લઈ ઉભી થતી સમસ્યા અંગે વહીવટી તંત્ર કાર્યરત થયું છે. જયારે ગોંડલ વહીવટી તંત્ર દ્વારા ‘તાઉતે’ સામે લડવાના મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
‘તાઉતે’ વાવાઝોડાને લઈ ગોંડલ વહીવટી તંત્રે શહેરનાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું. તાલુકામાં પણ નીચાણવાળા વાળા વિસ્તરોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ગોંડલ બાલાશ્રમ પાસે આવેલ નીચાણવાળા વિસ્તારમાંથી 100થી વધુ પરિવારના 450 થી 500 લોકોનું કરાયું સ્થળાંતર કરાયું છે.
ગ્રામ્યમાં ચોરડી, લીલાખા, નવાગામ, વાસાવડ, અનિડા સહિતના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડે.કલેકટર, મામલતદાર, પોલીસ તંત્ર, નગરપાલિકા, સહિતના લોકો દ્વારા આ બાબતની કામગીરી હાથ ધરાઈ છે. ગોંડલ શહેર ની રાજકોટ રૂરલ એસ.પી બલરામ મીણા તેમજ તાલુકા વિકાસ અધિકારી રાણાવસિયા સહિતના અધિકારી ગોંડલ પોહચી ત્યાંની માહિતી મેળવી હતી. આ સાથે ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે.