સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી’તી
ગોંડલ શહેરમાં અઢી વર્ષ પહેલા સગીરાને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરના હરભોલે સોસાયટી નજીકથી ગત તા.22/12/19ના રોજ મુળ મધ્યપ્રદેશનો રાહુલ રમેશ બારેલા નામનો શખ્સ સગીરાને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચાર્યાની ભોગ બનનારના માતાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સદર ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલું. સબબ ઉપરોક્ત કેસ પોક્સો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા અને બાદ સરકાર તરફે કુલ-7 સાક્ષીઓને તપાસવામાં આવેલા સદર કામે કેસના મૌખિક પુરાવાની શરૂઆતમાં પંચોની જુબાની નોંધવામાં આવેલી પરંતુ પંચોએ કેસની હકીકતનો સમર્થન આપેલ નહિં. ત્યારબાદ સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયાએ ફરિયાદી તથા કેસના અન્ય સંલગ્ન સાક્ષીઓનો અદાલતમાં પુરાવો નોંધાવેલ અને સદર પ્રક્રિયામાં બનાવની ગંભીરતા અને બનાવના સંજોગો 17 વર્ષ 10 માસની બાળકી પાસે સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયાએ ધીરજ અને ખંત પૂર્વક મૌખિક પુરાવો નોંધાવતા ભોગ બનનાર બાળકીએ બનાવની સત્ય હકીકતને સમર્થનકારી પુરાવાઓ અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની, ફરિયાદી તેમની માતાની જુબાની તથા ડોક્ટરની જુબાની તેમ તપાસ કરનાર પી.આઇ. કે.એન.રામાનુજની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખેલ તથા સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયાએ પોતાની ધારદાર દલીલોનું જણાવેલું હતું.
ઉપરોક્ત હકીકતોને પોક્સો અદાલતે લક્ષમાં રાખી આરોપી રાહુલ બારેલા કલમ 363, 366, 376(2) (એન) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબના ગંભીર ગુન્હામાં તક્સીરવાન ઠરાવી પોક્સો જજ ડી.આર.ભટ્ટએ 20 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.