દુષ્કર્મના ગુનામાં ભોગ બનનારે વિરુદ્ધમાં નિવેદન આપતા કેદીએ કર્યો આપઘાત

ગોંડલમાં સબ જેલમાં રહેલા બે કાચા કામના કેદીઓએ એક સાથે એસિડ ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેલમાં સાફ સફાઈની કામગીરી કરતા એક કેદીને હત્યામાં અને એકને દુષ્કર્મના સજા પડશે તેની ચિંતામાં એસિડ ગટગટાવી લીધી હતું. જેમાં દુષ્કર્મના આરોપીનું સારવારમાં મોત નિપજ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં સબ જેલમાં રહેલા કાચા કામના કેદી ત્રિલોકરાય છોટુરામ ચમાર (ઉ.વ.૨૨) અને કમલેશ્વર પ્રસાદ વીરેન્દ્રપ્રસાદ ભવાદી (ઉ.વ.૨૫) એ જેલમાં એસિડ પી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બંને કેદીની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ગંભીર હાલતમાં રહેલા દુષ્કર્મનો આરોપી કમલેશ્વર ભવાદીનું ગત મોડી રાત્રીના મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી સબ ડિવિઝનલ મેજિસ્ટટેટની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેદી કમલેશ્વર ભવાદી ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં ગોંડલ સબ જેલમાં આવ્યો હતો. જેમાં ભોગ બનનાર દ્વારા હવસખોર કમલેશ્વરની વિરુદ્ધમાં નિવેદન આપતા તેને સજા પડવાની બીક લાગી હતી અને તેના કારણે એસિડ પી આપઘાત કર્યો હતો.

ગોંડલ સબ જેલમાં હત્યાના ગુનામાં આવેલા ત્રિલોક અને દુષ્કર્મના ગુનામાં આવેલા કમલેશ્વર બંને એક જ બેરેકમાં રહેતા અને બંનેને સાફસફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ ત્રિલોકને પરિવારજનોએ છોડાવવા શક્ય ન હોવાનું અને દુષ્કર્મના આરોપી કમલેશ્વરને ભોગ બનનારે વિરુદ્ધમાં નિવેદન આપતા એસિડ પી લીધું હતું. જેમાં કમલેશ્વર સારવારમાં દમ તોડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.