ભાગીદારને બોલાવી ધમકી આપી અને દવા પીવાનું નાટક કરી બે કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો એ આચર્યું કૃત્ય
યુવકના ઘરે જઈ ખંડણી માંગી નહીં આપો તો ઘરે દારૂ પીવા આવીશું તેવો ભય બતાવ્યો: તાલુકા પોલીસે તપાસ આદરી
ગોંડલની ભાગોળે વોરાકોટડા ગામે નવા બંધાતા કારખાનું ચાલુ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી ભાગીદારને મારમારી ધમકી આપ્યાની ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો સામે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ શહેરના મહાકાળીનગર શેરી નં.4માં રહેતા રવિ હંસરાજભાઈ સાટોડીયા નામના યુવાને ગોંડલ ખાતે રહેતા જયદીપભાઈ ઉર્ફે ઠુમકી વિક્રમસિંંહ જાડેજા, અશ્ર્વીનસિંહ વેશુભા જાડેજા, ઈન્દ્રજીતસિંંહ બહાદૂરસિંંહ જાડેજા, હર્ષદીપસિંહ ઉર્ફે બન્ટી સરવૈયા, હરેન્દ્રસિંહ બહાદૂરસિંહ જાડેજા, મીતભાઈ, રાજદીપસિંંહ, બ્રીજેશ સાટોડીયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ કારખાનું શરૂ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે તેમ કહી મારમારી ધમકી આપ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી રવિ સાટોડીયા નામનો યુવાન બજરંગ કોટસ્પીન નામના કારખાનામાં નોકરી કરે છે. વોરા કોટડા ગામે અવસર કલોરાટેક નામમે જનક હંસરાજભાઈ સાટોડીયા, કિશન ભરતભાઈ સાટોડીયા અને મિલન ભરત સાટોડીયા સાથે મળી ડાઈઝ મીડીયેટ પાવડરનું ઉત્પાદન માટે કારખાનું બનાવી રહ્યા છે. કારખાનાનું બાંધકામ ચાલુ છે. ગત તા.6મેના રોજ નોકરીએ હતો ત્યારે વોટસએપ કોલ આવેલો અને હરેન્દ્રસિંંહ જાડેજા તરીકે ઓળખાણ આપી તારો ભાઈ કયાં છે. તેમ કહી તારાભાઈ સાથે કારખાને પહોચ તેમ કહેતા હું નોકરીએથી કારખાને જવા નિકળ્યો હતો.
બાદ હરેન્દ્રસિંહ જાડેજાએ એશિયાટીક કોલેજે પહોચવાનું કહેતા જયાં હું ગયેલો ત્યારે ઉપરોકત શખ્સો બે કાર લઈને આવીને કારખાનું શરૂ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે. તેમ કહી મારમાર્યો હતો. બાદ બીજા દિવસે અમદાવાદ ગયેલા ત્યારે જયદીપભાઈનો ફોન આવેલો અને હરેન્દ્રસિંહ દવા પીધી છે. ખંફડણી આપી દેવા દબાણ કર્યું હતુ.બાદ તા.8મેના રોજ રાજદીપસિંહ જાડેજા સહિત શખ્સો ઘરે જઈ પત્નીને કહેલ કે તારા પતિ કયાં છે. અને કારખાનું ચાલુ કરવું હોય તો પૈસા આપવા પડશે અને પૈસા નહી આપો તો તમારા ઘરે દારૂ પીવા આવશું તેવી ધમકી આપી હતી તા.9 મેના રોજ કારખાને આવી તોડફોડ કરી દરવાજાને નુકશાન પહોચાડી અને ખંડણી માટે ધમકી આપ્યાની ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.