લગ્નપ્રસંગમાં હોવા છતાં બે વાર રાડ પાડતા શખ્સ છરી વડે તૂટી પડ્યો

ગોંડલમાં ગઇ કાલે એક મિત્રએ તેના બીજા મિત્રને પરાણે બેસવા બોલાવતા ઉશ્કેરાયેલા તેના જ મિત્રએ છરી વડે હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં રહેતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સાહિલ રમેશ ચૌહાણ પર તેના જ મિત્ર અપ્પુ હરી રાઠોડ નામના શખ્સે છરીના ઘા ઝીંક્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જેમાં જણાવ્યા મુજબ સાહિલ ગઇ કાલે તેના મિત્ર અપ્પુને નાગબાપાના મંદિર પાસે બેસવા માટે બોલવા ગયો હતો. પરંતુ અપ્પુના કાકાએ તે લગ્નપ્રસંગમાં હોવાથી નહિ આવે તેવું કહેવા છતાં ફરિયાદીએ પરાણે આરોપીને બોલાવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલ અપ્પુએ તેના મિત્ર સાહિલને છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.