અબતક,રાજકોટ

ગોંડલના ઘોઘાવદર ચોકડી પાસે માર્ગ પર બસ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે.ચોટિલા અને જસદણના કોળી પરિવારજનો પ્રાચી પિતૃકાર્ય કરવા માટે જતા હતા તે વેળા એ ઘોઘાવદર ગામ નજીક માર્ગ પર આખલો આડો ઉતરતા તેને ડ્રાયવર બચવા જતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં 40 લોકોને ઈ જા પોહચી છે જેમાં 29 લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે અને અન્ય ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ આજ વહેલી સવારે જસદણ તરફતી આવતી આઈકૃપા ટ્રાવેલ્સની જીજે.14 ટી 0835 નંબરની લક્સરી બસ ગોંડલના ઘોઘાવદર પાસે પોહચી ત્યારે ઓચિંતા હાઈવે પર આખલો આડો ઉતારતા ડ્રાયવરે બચવા માટે કાવો માર્ટા સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દીધું દેતા લક્ઝરી બસ રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી

વહેલી પરોઢે ત્રણક વાગ્યાના સુમારે જસદણ અને ચોટીલા પંથકનો કોળી પરિવાર મીઠી નીંદર મળી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાતા હાઈ વે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો

આ ઘટનાની જાણ થતા જાણ થતા ૧૦૮, નગરપાલિકા અને માનવ સેવા સમાજ, માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.અને ગંભીર ઈ જા સાથે ઘવાયેલા 29 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા

પોલીસની વધુ તપાસમાં ઘવાયેલાઓમાં જસદણના વડાલી અને કમલાપુર તેમજ ચોટીલાના લખચોકીયા ગામનો કોળી પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.ગઈકાલે જસદણના કમલાપુર ગમે બસ ઉપાડી હટી અને વડાલી ગામ અને લખચોકીયા ગામ સગાસંબંધીઓને લઈ લક્ઝરી બસ ગિરસોમનાથના પ્રાચી ગામે પિતૃકાર્ય કરવા માટે નીકળ્યા હતા

આ બનાવ અંગે ગોંડલ શહેર પોલીસે લક્ઝરી બસના ડ્રાયવર સામે બેદરકારી અને પૂર ઝડપે વાહન ચલાવી અકસ્માત કરવા અંગેનો ગુનો નોંધી વિષેસ તપાસ પીઆઈ સંગાડા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે

ઈજાગ્રસ્તોની યાદી

પંકજભાઈ (ઉ.વ.30),વાલજીભાઈ  (ઉ.વ.35),મનસુખભાઈ  (ઉ.વ.35),લઘરાભાઈ (ઉ.વ.35),સોમાભાઈ (ઉ.વ.42),લાખીબેન (ઉ.વ.45) ,અંજુબેન (ઉ.વ.30),સમજુબેન (ઉ.વ.65),નીલમબેન (ઉ.વ.45),સવિતાબેન (ઉ.વ.35),પથાભાઈ (ઉ.વ.38),સવાભાઈ (ઉ.વ.55),ગ઼ાલજીભાઈ (ઉ.વ.50),અમરશીભાઈ  (ઉ.વ.55),હરદેવભાઈ (ઉ.વ.52),ચંપાબેન (ઉ.વ.49),રાયધન નાનજી સાકરીયા (ઉ.વ.30),કાનજીભાઈ (ઉ.વ.40),વિભાભાઈ  (ઉ.વ.35),વાસ્તુરભાઈ (ઉ.વ.40),અરજનભાઈ  (ઉ.વ.55),સવજીભાઈ હમીરભાઈ  (ઉ.વ.65)અંજુબેન સોમાભાઈ (ઉ.વ.60),રાયધન સોઢા (ઉ.વ.25),અર્જુન સાકરીયા (ઉ.વ.65),નાથા હમીર (ઉ.વ.70),ચંપા દેવસી (ઉ.વ.50)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 13 લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.