સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડો પાડી 6 વાહન સહિત ચાર શખ્સોને ઝડપી લેતા પોલીસ બેડામાં ખળભળાટ
નામચીન: અલ્તાફ છ આંગળી અને જંગલેશ્ર્વરના તોસિફે દારૂ મગાવ્યાનું ખૂલ્યુ: રાજકોટ, ગ્રામ્ય અને જુનાગઢ ખાતે દારૂની સપ્લાય થાય તે પૂર્વે જ એસએમસી ત્રાટકયું
રાજકોટ શહેર, ગ્રામ્ય અને જૂનાગઢના બુટલેગરો માટે નામચીન બુટલેગર અલ્તાફ છ આંગળી અને જંગલેશ્ર્વરના તોસિફે વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવી ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે કટીંગ કરી રહ્યાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડતા પોલીસ બેડામાં ખળખળાટ મચી ગયો છે.
ખૂન અને વિદેશી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા નામચીન બૂટલેગર અલ્તાફ છ આંગળી અને જંગલેશ્ર્વરના તોસિફ નામના શખ્સોને પોલીસ સ્ટાફ અષાઢી બીજના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના મોકાનો લાભ લઇ વિદેશી દારૂનો જંગી જથ્થો ગોંડલ તાલુકાના બિલીયાળા ગામ પાછળ આવેલી રાધે હોટેલ પાછળ અવધ ઇન્ડસ્ટ્રીઝમાં દારૂ ઉતાર્યો હતો.
અવધ ઇન્ડસ્ટ્રીઝમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના એસ.પી. નિર્લિપ્તરાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. સી.એન. પરમાર સહિતના સ્ટાફે અવધ ઇન્ડસ્ટ્રીઝમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડી રૂ.50 લાખની કિંમતનો 1022 પેટી વિદેશી દારૂ અને છ વાહનો મળી 1 કરોડના મુદ્ામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે રૂા.50 લાખની કિંમતના 1020 પેટી વિદેશી દારૂ અને છ વાહન કબ્જે કરતા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસ દરમિયાન વિદેશી દારૂ નામચીન બુટલેગર અલ્તાફ અને જંગલેશ્ર્વર રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ વિદેશી દારૂ મોકલવાનો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે જંગલેશ્ર્વરના મહેબુબ રફીક, ઇલિયાસ, થોરાળાના સોયલ અને ભેસાણના અલ્તાફની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન વિદેશી દારૂ ટમેટાના કેરેટમાં છુપાવી પંજાબથી લાવવામાં આવ્યાનું બહાર આવ્યું છે.