માસુમને લઘુશંકામાં બ્લડીંગ થતા કુકર્મનો ભાંડો ફૂટયો
સગીર વિકૃત પર સર્વત્ર ફીટકાર: કલંકીત ઘટનાથી સભ્ય સમાજ સ્તબ્ધ
ગોંડલ તાલુકાના ગોમટા ગામે ચાર વર્ષની માસુમ બાળાને 17 વર્ષય કિશોરે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યા ની ઘટનાથી સમગ્ર સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.બનાવ ના ઢાંકપિછોડા વચ્ચે હરકત મા આવેલી પોલીસે કિશોર સામે કલમ 376 એબી 377,પોસ્કો-4-6 મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી માસુમ બાળા ને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલે ખસેડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોમટા ગામે ચાર વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચર્યા ની ગત તા.8 ની ઘટના મા ભોગ બનનાર બાળા ના પરિવારે પોલીસ ફરિયાદ કરવા નુ ટાળ્યુ હોય પોલીસે બાળકી ના માતા પિતા ની સઘન પૂછપરછ કરી અંતે ગુન્હો નોંધ્યો હતો.
માત્ર ચાર વર્ષ ની માશુમ બાળકી પર દુષ્કર્મ ની ધ્રુણાસ્પદ ઘટના ની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ તાલુકા ના એક સમયે આદર્શ ગ્રામ પંચાયત નો રાજ્ય સરકાર નો એવોર્ડ મેળવનાર અને પ્રગતિશીલ ગણાતા ગોમટા મા ગત તા.8 ના ખેતીકામ કરતા પરિવાર ની ચાર વર્ષ ની બાળકી પર પાડોશ મા રહેતા સગીરે દુષ્કર્મ આચર્યુ હતુ.
બાળકી ના પિતા,દાદા દાદી વાડીએ ગયા હતા. પાડોશ મા રહેતો સગીર પણ વાડી એ સાથે ગયો હતો.બાળકી તથા તેની માતા ઘરે હતા.આ વેળા સાંજે પાંચ કલાકે સગીર બાળકી ના પિતા નુ બાઈક લઈ ઘરે આવ્યો હતો.બાળકી એ બાઇક નો અવાજ સાંભળી પિતા ઘરે આવ્યા નુ માની ઘર ની બહાર આવી હતી.દરમિયાન પાડોશી સગીર બાળકી ને રમાડવા ના બહાને પોતાના ઘરે લઈ જઈ માશુમ પર દુષ્કર્મ આચર્યુ હતુ. ઘર મા આ સમયે કોઈ હતુ નહી.બનાવ બાદ હેબતાઇ ગયેલ બાળકી પોતાના ઘરે દોડી ગઈ હતી.ત્યા લઘુશંકા કરતા લોહી પડતા તેણી ની માતા ને શંકા જતા બાળકી ને પુછતા બાળકી એ કાલી ઘેલી ભાષા મા દુષ્કર્મ ની વાત કરતા માતા હતપ્રત બનવા પામી હતી.
બાદ મા તુરંત વાડીએ રહેલા બાળકી ના પિતા ને જાણ કરતા તે હાફળા દોડી આવ્યા હતા.અને પાડોશી સગીર ને ઘટના અંગે પુછ્યુ હતુ. દરમિયાન સગીર ના પિતા ને પણ જાણ થતા તેમણે પણ આકરા બની સગીર ને પુછતા તેણે બાળકી પર દુષ્કર્મ કર્યા નુ કબુલ્યુ હતુ.
બાદ મા બન્ને પરિવારે બનાવ અંગે ચુપકીદી સેવી લીધી હતી.ચર્ચાતી વિગતો મુજબ બાળકી ના પરિવાર ને ચુપ રહેવા લાખો રુપિયા ની ઓફર સાથે દબાણ પણ કરાયુ હતુ.પરંતુ ઘટના મીડિયા સુધી પહોંચ જતા બનાવ પર નો ઢાંકપિછોડા નાકામયાબ રહ્યો હતો.