મહાસતીજીના આગમની ‘અબતક’ પરિવાર ભાવવિભોર: અઢળક આશિર્વાદ આપ્યા
ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રીકા ગુરુણી મૈયા પૂ.હિરાબાઈ મ.સ.ના સુશિષ્યા, તપસ્વી રત્ના, પ્રખર પ્રવચનકાર પૂ.સ્મિતાબાઈ મ.સ. છઠ્ઠ પૂજાના પાવન દિવસે ‘અબતક’ પરિવારના આંગણે મંગલ પધરામણી કરી હતી. ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર સતિષકુમાર મહેતા સહિત સમસ્ત ‘અબતક’ પરિવારે પૂ.મહાસતીજીનું ભાવભર્યું અંતરના ઉમળકાભેર અભિવાદન કરી વંદન કરેલ. પૂ.સ્મિતાબાઈ મ.સ.એ કૃપા આશિષ સાથે ‘અબતક’ પરિવારનો હકારાત્મક અભિગમ આવકાર્યો હતો અને હકારાત્મક અભિગમને જાળવી રાખવા જણાવ્યું હતું. વધુમાં પૂ.મહાસતીજીએ જણાવ્યું હતું કે, જેમ દરેક વ્યક્તિનો ધર્મ હોય છે તેમ અખબારનો પણ એક ધર્મ હોય છે. આ ધર્મ ભાવનાના પ્રચાર-પ્રસારનો સદ્ઉપયોગ કરી જીન શાસન અને સમગ્ર દેશની આન, બાન, શાનમાં ઉત્તરોતર વધારો કરજો.
ગોંડલ નિવાસી હાલ મસ્કત સી.જે.શેઠ પરિવારમાં પૂજ્ય સ્મિતાજી મ.સ.ગ્રહસ્થાશ્રમમાં અતિ સુખ – વૈભવમાં ઉછરેલા.મોહ નગરી મુંબઈમાં ધમે પરાયણ પિતા શામળદાસભાઈ અને રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેનની કૂખે તેઓનો જન્મ થયેલ.જન્મ થતા જ કુંટું પરિવાર,સગા – સ્નેહીજનોના મુખારવિંદ પર સ્મિત અને પ્રસન્નતા પ્રસરી ગયેલ.
ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.નો પરિચય થયો અને દોમ – દોમ સાહેબીને એક જ ઝાટકે ઠોકર મારી મોહ નગરી મુંબઈમાંથી મોક્ષ નગરી તરફ પગરણ માંડી વાલકેશ્વરમાં છકાય જીવોને વ્હાલ કરવા ગોંડલ સંપ્રદાયના સ્વ.ગાદીપતિ પૂ.ગીરીશચંદ્રજી મ.સા.ના શ્રી મુખેથી તા.૧-૨-૧૯૭૯ના શુભ દિવસે દીક્ષા મંત્ર ગ્રહણ કરી કરેમિ ભંતેનો પાઠ ભણી દેવોને પણ દુલેભ એવા સંયમ ધમેનો સ્વીકાર કર્યો.
સંયમ જીવનના પણ ચાર – ચાર દાયકા પસાર થઈ ગયા.સૌરાષ્ટ્ર – મહારાષ્ટ્ર સહિત અને ક્ષેત્રોમાં જિનાજ્ઞા પ્રમાણે ગુરુણી મૈયા સાથે વિચરણ કરી જિન શાસનની તેઓએ આહલેક જગાડી.મસ્કતથી લઈને મુંબઈ અને ગોંડલથી લઈને ગાંધીનગરના જિજ્ઞાસુઓ પૂ.સ્મિતાજી મ.સ.ના દશેન – વંદન કરવા અવાર – નવાર આવતાં હોય છે.તેઓ પ્રખર વ્યાખ્યાતા છે.તેઓનું પ્રવચન ચાલુ હોય ત્યારે શ્રોતાઓને ઉભુ થવાનું મન ન થાય.એમ કહેવાય કે જિનવાણી રૂપી એક્ષપ્રેસ ગાડી નોન સ્ટોપ ચાલુ હોય.આગમના ગૂઢ રહસ્યો સરળ શૈલીમાં સમજાવે. પૂ.ગુરુણી મૈયા હીરાબાઈ મ.સ.ની અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચની સાથોસાથ જિન શાસનના અનેક રૂડા સદ્દકાર્યોમા તેઓ નિમિત્ત બને છે. તેઓની દાન ધમેથી પ્રેરિત થઈ અનેક દાતાઓ દાનનો ધોધ વ્હાવી જરૂરીયાતમંદ અનેક કુંટુંબોના જીવન નિવોહનું પુણ્યશાળીઓ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજેનનું કાયે કરી રહેલ છે. દાતાઓ શૈક્ષણિક કાર્યમાં પણ સહાયરૂપ બને છે.