ગ્રીન મેડો ગોલ્ફ કોર્સ આયોજીત ટુર્નામેન્ટમાં આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસના ખેલાડીઓએ પણ ભાગ લીધો
રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે ગ્રીન મેડો-ગોલ્ફ કોર્સ દ્વારા ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હસ્તે કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતનાઓ શહેરોના ૩૬ લોકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ૨૦થી વધુ ખેલાડીઓ આર્મી, એરફોર્સ અને નેવીમાંથી આવ્યા હતા. આ રમત નાના બાળકથી માંડીને વૃદ્ધ લોકો પણ રમી શકે છે.
રાજકોટમાં પણ ગોલ્ફનું કલ્ચર આવે તેવી આશા: મનોજ અગ્રવાલ
અબતક સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે ગ્રીન મેડો ગોલ્ફ કોર્સ રાજકોટમાં સરસ એક આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને બીજી જગ્યાએથી ગોલ્ફર્સ રમવા આવેલા છે.
આ ટુર્નામેન્ટ દર વર્ષે થાય છે અને તેની પ્રસિદ્ધિ પણ વધતી જાય છે. આ તકે તમામને હું ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને ધીમે ધીમે ગોલ્ફનું કલ્ચર રાજકોટમાં પણ આવે તેવી હું આશા રાખું છું. આ ગેમમાં કોન્સ્ટ્રેશનનું ખુબ જ મહત્વ રહેલું છે. જીવનમાં આપણે ઘણી પ્રગતી કરીએ અને કયારેક અટકી જાય છીએ તેમાં કઈ રીતે આગળ વધવું તે આ ગેમ શીખવાડે છે.
ગોલ્ફ સ્ટ્રેટેજીથી ચાલતી માઈન્ડ ગેમ: શ્યામ રાયચુરા
અબતક સાથેની વાતચીતમાં ગ્રીન મેડોસ ગોલ્ફ કલબના સેક્રેટરી શ્યામ રાયચુરાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી ગોલ્ફ રમુ છું. રાજકોટથી જ મેં આ રમત શીખી છે, બીજા અન્ય દેશો અને દેશના અનેક રાજયોમાં પણ હું ગોલ્ફ રમી ચુકયો છું. આ ગેમ ખુબ જ સુંદર છે. રાજકોટમાં અમે લગભગ ૫૦ લોકોને આ ગેમ શીખવાડી છે. રાજકોટમાં ૮૦થી વધારે પરમેનન્ટ ચેમ્બર્સ છે. અમદાવાદમાં આ સંખ્યા દોઢ હજાર જેવી હોય શકે. હાલમાં ગોલ્ફીંગ કલ્ચર ધીમે-ધીમે ડેવલોપ થઈ રહ્યું છે. ગેમમાં પેશન્સ છે. માઈન્ડ ગેમ છે. સ્ટ્રેટેજી પણ છે. બીજી બધી ગેમમાં જેમ એગ્રેસીવ, તાકાતનો ઉપયોગ, સ્પીડ છે એવું આ ગેમમાં નથી. સ્પોર્ટસ માટે બધાએ સમય કાઢવો છે એવું મારું માનવું છે.
આંતરરાષ્ટ્રીય ગોલ્ફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ: જય પંડયા
નેશનલ લેવલ પ્લેયર જય પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજ થી ૧૧ વર્ષ પહેલાથી હું ગોલ્ફ રમુ છું. હું અત્યારે નેશનલ લેવલ પર રમુ છું અને ઈન્ટરનેશનલ લેવલ પર પણ રમું છું કારણકે હું અત્યારે ઈન્ડિયન ટીમમાં છું. ઈન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ઈન્ડિયા તરફથી મને મોકલવામાં આવે છે. અત્યાર સુધી મને જે કંઈ પણ મળ્યું છે એ આ ગેમના લીધે જ મને મળ્યું છે.
આ ગેમ મારા માટે બહુ જ છે. ઈન્ડિયા લેવલે હું ટુર્નામેન્ટ પણ જીતેલો છું. જે ઉતર પ્રદેશમાં ૨ વર્ષ પહેલા રમાઈ હતી ત્યાં હું ખુબ જ સારા સ્કોરથી જીતેલો હતો. હું રાજકોટની ટુર્નામેન્ટમાં રમવા અમદાવાદથી આવેલો છું. કારણકે મને આ જગ્યા પ્રત્યે એટલો લગાવ છે અને ૭ થી ૮ વર્ષ અમે અહીં રહેલા છીએ અને અહીં પ્રેકિટસ પણ કરેલી હતી. ભવિષ્યમાં હું ઈન્ટરનેશનલ લેવલ પર ખુબ જ આગળ જવા માંગુ છું અને વર્લ્ડમાં ટોપ ૧૦૦ પર રહેવા માંગુ છું.
ગોલ્ફ પ્રાકૃતિક વાતાવરણમાં રમાય છે, એટલે થાક લાગતો નથી: દિપક રીંદાણી
ચાર્ટડ એકાઉન્ટન્ટ દિપક રીંદાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ઈશ્વરીયા પાર્ક માધાપરની બાજુમાં જે ગોલ્ફ કોર્સ છે જયાં ઈન મીઠોસ ગોલ્ફ કલબ ચાલે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જ આ ગોલ્ફ કોર્સ આવેલ છે. આજે તેમાં ઓપન સૌરાષ્ટ્ર ગોલ્ડ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે કે જેમાં ૩૬ લોકો ભાગ લઈ રહ્યા છે. આનંદની વાત એ છે કે તેમાં ૨૦થી વધુ ગોલ્ફ આર્મી, એરફોર્સ અને નેવીમાંથી આવીને ભાગ લઈ રહ્યા છે.
આ પ્રકારની ટુર્નામેન્ટ રાજકોટમાં દર વર્ષે યોજી રહ્યા છે અને આ પાંચમી ટુર્નામેન્ટ છે. અમદાવાદથી પણ ગોલ્ફર્સ અહીં ભાગ લેવા આવ્યા છે. ગોલ્ફની ગેમ એક કુદરતી વાતાવરણ નીચે રમાય છે અને તેને કારણે આ ગેમની ખાસિયત એ છે કે કોઈપણ ઉંમરના લોકો આ ગેમ રમી શકે છે. બીજી ગેમમાં શારીરિક શકિત જોઈએ પરંતુ આ ગેમ એવી છે કે જેમાં તમને થાક લાગતો નથી. એકલા પણ આ રમત રમી અને એક કલાકમાં પણ પુરી કરી શકો છો. ૫ કલાક પણ ચલાવી શકો છો. હું ૨૦૧૧થી અહીંયા ગોલ્ફ રમુ છું અને અમદાવાદ, વડોદરા તેમજ ભારતના અન્ય શહેરોમાં પણ ગોલ્ફ રમવા જાવ છું.
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા અને ધીરજ કેળવવા ગોલ્ફ ફાયદેમંદ: રાજેન ભુટ્ટા
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજેન ભુટ્ટાએ જણાવ્યું હતું કે, હું ગ્રીન મેડોસ ગોલ્ફ કલબનો મેમ્બર છું અને પાસ્ટ પ્રેસિડેન્ટ છું. હું આ ગેમ ૧૧ વર્ષથી રમુ છું. આ ગેમ વિદ્યાર્થીઓ માટે સારી કહેવાય છે.કેમ કે તેનાથી એકાગ્રતા, ધીરજ જેવી કવોલિટી ડેવલોપ થાય છે. સખત મહેનત કરીને લોકો તેમનાં જીવનમાં ૫ કલાકનું કામ ૨ કલાકમાં કરી શકે છે. રાજકોટમાં ૧૧ વર્ષથી આ ગેમ રમાય છે અને વિદેશમાં આ ખુબ જ પ્રખ્યાત ગેમ છે. આ બધી જ કવોલીટીને લીધે મને ગોલ્ફ રમવું ખુબ જ ગમે છે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લઈને હું ખુબ જ ખુશી અનુભવું છું.