Goldના ભાવમાં જોરદાર ઉછાળો આવવાની શક્યતા છે. આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય બેન્કર Goldman Sachs રોકાણકારોને સોનું ખરીદવાની સલાહ આપી છે. તેમજ Goldman Sachs “ગો ફોર ગોલ્ડ” નામનો અહેવાલ બહાર પાડ્યો છે. આ સાથે રિપોર્ટ અનુસાર, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો નિશ્ચિત જણાય છે. જેના કારણે પશ્ચિમી દેશોમાંથી મોટી માત્રામાં મૂડી સોનાના બજાર તરફ વળી શકે છે.

GOLD 2 1

ફેડરલ રિઝર્વ વ્યાજ દરો:

Goldman Sachsના વિશ્લેષકોના મતે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો નિશ્ચિત માનવામાં આવે છે. આનાથી પશ્ચિમી મૂડીનો મોટો હિસ્સો સોનાના બજારમાં આવી શકે છે. આ સાથે છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં થયેલા વધારા દરમિયાન જોવા મળ્યો ન હતો.

સોનામાં રોકાણનું મહત્વ:

GOLD 4

રોઇટર્સના અહેવાલ મુજબ,”ગો ફોર ગોલ્ડ”ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જોખમના સમયમાં સોનામાં રોકાણને સૌથી મોટા હેજિંગ ફંડ તરીકે જોવામાં આવે છે. તેથી નજીકના ગાળામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તેમજ Goldman Sachsના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો નિશ્ચિત જણાય છે. ત્યારે આવી સ્થિતિમાં પશ્ચિમી મૂડીનો મોટો જથ્થો સોનાના બજારમાં આવી શકે છે. તેમજ છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો નથી.

કિંમતમાં વધારો:

17 અને 18 સપ્ટેમ્બરે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠકના વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ફરી 2500 ડોલર પ્રતિ થઈ હતી. તેમજ 20 ઓગસ્ટના રોજ, ભાવ 2531.60 ડોલર પ્રતિ વધ્યા હતા. તેમજ વર્ષ 2024માં સ્પોટ ગોલ્ડના ભાવમાં 21 %નો ઉછાળો આવ્યો છે. આ સાથે Goldman Sachs 2025ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2700 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે.

ભારતમાં સોનાનું બજાર:

ભારતમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે પણ રોકાણકારોને દરેક ઘટાડામાં સોનામાં રોકાણ કરવાની સલાહ આપી છે. આ સાથે બ્રોકરેજ હાઉસનું માનવું છે કે સોનું 76,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. તેમજ રિપોર્ટ અનુસાર વ્યાજદરમાં ઘટાડો અને નાણાકીય નીતિમાં વૈશ્વિક તણાવને કારણે સોનાના ભાવમાં તેજી રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.