સલમાન ખાનના નિવાસ સ્થાને પોલીસ સુરક્ષા વધારાઈ, ઇવેન્ટ્સ થોડા દિવસો ન કરવા પોલીસની તાકીદ
ઈમેલ મળ્યા બાદ ગુંજલકરે બાંદ્રા પોલીસનો સંપર્ક કર્યો. તેમની ફરિયાદના આધારે બિશ્નોઈ, ગોલડી બ્રાર અને ગર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ‘આ ધમકીઓના આધારે સરકારે તાજેતરમાં અભિનેતાની સુરક્ષા વધારી છે. તે અગાઉ પણ બિશ્નોઈ ગેંગના રડાર પર હતો. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેતાને આવી ધમકી મળી હોય. અગાઉ ગયા વર્ષે જૂનમાં અભિનેતાના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાનને મુસેવાલાની જેમ મારી નાખવાની વાત કહેવામાં આવી હતી. તે કિસ્સામાં, અભિનેતાની ફરિયાદ પર કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે શનિવારે અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા ઈમેલ મોકલવા બદલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને એક મોહિત ગર્ગ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ફરિયાદ અભિનેતાના મેનેજર અને નજીકના મિત્ર પ્રશાંત ગુંજલકરે કરી હતી. અભિનેતાને મેલ લોરેન્સ બિશ્નોઈના ઇન્ટરવ્યુ પછી આવ્યો છે, જેમાં ગેંગસ્ટરે ખુલ્લેઆમ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. ટીવી ચેનલને આપેલા આ ઈન્ટરવ્યુમાં લોરેન્સે કહ્યું કે તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય અભિનેતાને મારવાનું છે. પોલીસે સલમાન ખાનની ટીમને તાકીદ કરતા જણાવ્યું છે કે કોઈપણ ઇવેન્ટ હાલ તેમના દ્વારા ન કરવામાં આવે અને તેમના નિવાસસ્થાન ને પણ સુરક્ષિત ગઢમાં ફેરવી દેવામાં આવ્યું છે.