‘સ્વર્ણિમ વિજય મશાલ’ વિજય જ્યોત, દેશભરમાં એક છેડાથી બીજા છેડા સુધીની તેની સફરના ભાગરૂપે 08 ઑગસ્ટ 2021ના રોજ ઓખામાં આવેલા INS દ્વારકા ખાતે પહોંચી હતી. સ્વર્ણિમ વિજય મશાલ 16 ડિસેમ્બર 2020 (જેને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે)ના રોજ નવી દિલ્હી ખાતેથી એક વર્ષની સફરે નીકળી હતી.

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે મેળવેલા કિર્તીપૂર્ણ વિજયના 50 વર્ષ નિમિત્તે આ સ્વર્ણિમ વિજય મશાલને દેશભરમાં ફેરવવામાં આવી રહી છે. નેવલ સ્ટેશન ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આ વિજય મશાલને આવકારવામાં આવી હતી. વિજય મશાલ માટે સ્મૃતિ સમારંભ 10 ઑગસ્ટ 2021ના રોજ યોજવામાં આવ્યો હતો.

લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) મહીપત સિંહ PVSM AVSMના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં NOIC (ગુજરાત), DIG, COMDIS-15 જહાજ / યુનિટ્સના કમાન્ડિંગ ઓફિસરો, નાગરિક મહાનુભાવો અને સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

પરેડ ગ્રાઉન્ડ ખાતે મશાલના આગમન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને બાદમાં મહાનુભાવોએ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.