મહાશિવરાત્રીના જુનાગઢ ભવનાથ જુના અખાડામાં અનેક સંતો આવે છે. દરેકની ખાસિયત જુદી જુદી હોય છે. શુભ પંચ દશનામ જુના અખાડા રમતા પંચ સોળ મઢી હરીદ્વારના શ્રી મહંત ગોલ્ડનપુરી બાબા મેળામાં જુનાગઢ ભવનાથમાં પધાર્યા હતા. ગિરનારની ભૂમિ તેમને ગમી ગઈ છે. ગયા વર્ષે પણ આવ્યા હતા તેમણે પહેરેલા સોનાના રક્ષણ માટે સાથે બાઉન્સર રાખ્યા છે.
બાબા કહે છે મારા ઈષ્ટદેવી દેવતાઓ સોનુ પહેરવાથી ખુશ થાય છે. આથી હું આટલુ સોનુ પહેરું છું મારા ભકતો મને સોનુ આપે છે પહેલા હું ૧૨ કિલોથી પણ વધુ સોનુ પહેરતો પરંતુ ગળાનું ઓપરેશન કરાવ્યા બાદ મેં સોનુ થોડુ ઓછુ પહેરું છું. આશરે સાડા ત્રણ કરોડથી વધુ કિંમતનું સોનું ગોલ્ડન પુરી બાબા પહેરે છે.