ટુરીઝમ લીડર્સ કલબ દ્વારા ગોલ્ડન સેન્ડ હોલીડેનાં સહયોગથી ૨૧ થી ૨૬મી જુલાઈ સુધી કેરળની ટુરનું આયોજન
પ્રવાસન ક્ષેત્રે આગવી નામના ધરાવતા ટુરિઝમ લીડર્સ ક્લબ ધ્વારા ગોલ્ડન સેન્ડ હોલીડેના સહયોગથી આગામી ૨૧મી તારીખથી કેરળની ફામ ટૂરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ૨૬મી જુલાઈ સુધી ચાલનારી આ ટૂરમાં જોડાનારા પ્રવાસ પ્રેમીઓને કેરળની સુંદરતાનો ઉત્કૃષ્ટ નઝારો જોવા મળશે એટલું જ નહીં શ્રેષ્ઠ હોસ્પિટાલિટીનો પણ અનુભવ થશે.
આ કેરળ ફામ ટૂરમાં જોડાનારા સભ્યોને સૌ પ્રથમ કોચીન લઇ જવાશે અને ફાઈવ સ્ટાર હોટેલ ફોર પોઇન્ટ શેરેટોનમાં ઉતારો આપવામાં આવશે.પ્રથમ દિવસે જ કોચીન શહેર નિહાળવાની તક મળશે સાથો સાથ લુલુ ઇન્ટરનેશન શોપિંગ મોલની મુલાકાત પણ કરાવાશે.બીજા દિવસે એટલે કે, ૨૨મીએ કોચીનથી મુનાર લઇ જવાશે. આ પૂર્વે પ્રસિદ્ધ જૈન મંદિર, કોચીનનો કિલ્લો અને ચાઈનીઝ ફિશિંગ નેટની મુલાકાતે પણ લઇ જવાશે.આ મુલાકાત પછી હોટેલ લેમેરિડિયનમાં લંચ માટે લઇ જવાશે અને પછી ૨ વાગ્યે મુનાર માટે રવાના થશે. મુનારમાં ફાઈવ સ્ટાર સુવિધાઓ ધરાવતી હોટેલ એમ્બર ડેલે ખાતે પહોંચી તમને ફ્રેશ થવાની તક આપવામાં આવશે. આ સ્થળ સમુદ્રથી ૧૬૦૦ મીટર ની ઉંચાઈ પર આવેલું છે.
મુનારમાં રાત્રી રોકાણ કર્યા બાદ ૨૩મીએ સ્થળ વિઝીટ કરાવવામાં આવશે જેમાં મટ્ટુપેટ્ટી ડેમ, ઇકો પોઇન્ટ, શૂટિંગ પોઇન્ટ અને ચાના બગીચાની મુલાકાત કરાવાશે
૨૪મીએ મુનારથી થેક્ક્ડી લઇ જવામાં આવશે જ્યાં ફાઈવ સ્ટાર સુવિધાઓ ધરાવતા ધ ગ્રીન વુડ્સ રિસોર્ટમાં ભોજન અને આરામ માટે લઇ જવામાં આવશે.થેક્કડીમાં ધ પેરિયાર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી આવેલી છે અને ત્યાં હાથી, વાઘ, હરણ સહિતના પ્રાણીઓનો વસવાટ છે. ૨૫મીએ થેક્કડીથી એલેપ્પી જવાનો કાર્યક્રમ છે અને અને ત્યાં હોટેલ ઓક્ઝીજન થેક્કડી ભોજન કર્યા બાદ હોટેલ ઉદય સમુદ્ર બેકવોટર રિસોર્ટમાં રાત્રી રોકાણ માટે લઇ જવામાં આવશે. તા.૨૬મીએ એલેપ્પીથી કોચીન માટે રવાના થશે. ટુરિઝમ લીડર્સ ક્લબ ના પ્રમુખ અમેશ દફતરી આ તકે સર્વ ૩૦૦ ઉપર ના મેમ્બર નો સાથ સહકાર માટે આભાર મને છે ખાસ કેરળ ટૂર ના સ્પોન્સોર વિજયભાઈ -ગોલ્ડન સેન્ડ્સ હોલીડે જેમના સહયોગ થી આ ટૂર નું આયોજન બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી છે.વધુ માહિતી માટે કોઈ પણ ટ્રાવેલ ઇન્ડુસટ્રી પાર્ટનર જોડાવા માંગતા હોય તો તેમને મોબાઈલ ૯૩૨૭૭-૪૬૨૦૨ ઉપર સંપર્ક કરી શકે છે .