મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરાશે

અબતક, રાજકોટ : યુવાનોને મતદાર બનવાની સુવર્ણ તક સાંપડી છે. ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરાશે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા-2022 માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે  તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો  મતદાર યાદી નામ નોંધાવી શકશે.

નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.05/01/2022 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

my vite my future 2

સુધારા-વધારા ઓનલાઇન પણ થઈ શકશે   

મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in અથવા www.voterportal.eci.gov.in અથવા www.ceo.gujarat.gov.inપર મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે. Voter helpline app મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર 11950 પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે. કલેકટરએ લોકોને મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા જેવી અનેકવિધ સુવિધાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લિંકનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જેથી સરળતા રહેવા સાથે ભીડ અને કતારમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે.

નવું નામ ઉમેરવા માટે : તા.૧-૧-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેની વધુ ઉમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમુના નં.૬માં અરજી કરવાની રહે છે. આ માટે રહેઠાણનો આધાર (લાઈટબીલ, રેશનકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી કોઈ એક), જન્મ તારીખનો આધાર (સ્કૂલ લીવીંગ સર્ટી., જન્મ પ્રમાણપત્ર કોઈ એક), ઉંમર ૨૧ી વધારે હોય અને પ્રમ વખત નામ નોંધાવતા હોય તો જોડાણ-૩, કુટુંબના સભ્ય અવા પાડોશીના ચૂંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે.

નામ રદ્દ કરાવવા માટે : મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય અવા મતદાર યાદીમાં નામ રદ્દ કરાવવા માટે નમૂના ૭માં અરજી કરવાના રહે છે. તેની સો મરણ કિસ્સામાં મરણ પ્રમાણપત્રની નકલ, લગ્ન કિસ્સામાં મેરેજ સર્ટીફિકેટની નકલ અને લગ્નની કંકોત્રી, સ્ળાંતરીના કિસ્સામાં રોજકામ જોડવાનું રહેશે.

નામ અવા અન્ય વિગતો સુધારવા માટે : મતદાર યાદીમાં નોંધાયેલા પોતાનું નામ તા અન્ય વિગતો સુધારવા નમુના-૮માં અરજી કરવાની રહે છે તેની સો નામમાં ભૂલ હોય તો જે નામ રાખવાનું છે તે નામના આધારો, જન્મ તારીખના કિસ્સામાં જન્મના આધારો જોડવાના રહેશે.

સ્થળાંતર માટે : એક જ વિધાનસભા મત વિસ્તારના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂના-૮-કમાં અરજી કરવાની રહે છે. તેની સાથે ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.