બહેનોને ઘર બેઠા આવકના સાધનો અને માર્ગદર્શન અપાશે
સામાજીક વિકાસ દ્વારા સામુદાયિક સ્થિરત્વ માટે સમર્પિત જાણીતી સંસ્થા વી કેન ગ્રુપે રાજકોટ અને ગુજરાતમાં મહિલાઓને સશકત કરવા માટે એક નવી પહેલ શરુ કરી છે. સમયાંતરે પરિવર્તનની સાથે કદમ મિલાવીને જ ચાલવું પડે, આવા સમયમાં બહેનોને ઘરે બેસી કામ મળી રહે એ હેતુથી અત્યાધુનિક, સરળ ઓટોમેટીક આટા ચકકી મસાલા ના મશીન, દાળના મશીન, વાટ બનાવવાના મશીન તાલીમ સાથે આર્થિક સહયોગ પણ પ્રદાન કરી મહિલાઓને રોજગારી તકો પૂરી પાડવા જઇ રહ્યા છીએ.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પિનાબેન કોટક કે જણાવ્યું કે હરિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત અને ડો. પીના કોટક દ્વારા સ્થાપિત વી કેન ગ્રુપ 2011 થી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને ગુણવતાયુકત શિક્ષણ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે. સંસ્થા માને છે કે સારુ સ્વસ્થ્ય અને ગુણવતા યુકત શિક્ષણએ મહિલાઓના સશકત સમાજના નિર્માણ માટે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે બે સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે
આ અભિયાન હેઠળ આટોમાઇઝ ના કમલેશભાઇ ભુવા, શૈલેષભાઇ ભૂવા, જીતેન્દ્રભાઇ ભુવા સાથે એકસપર્ટ ગ્રપના મહેશભાઇ સાથે રેસકોર્ષ કાર્નિવલ મેળાના આયોજક ક્રિષ્નભાઇ જાડેજા દ્વારા કાર્નિવલ મેળામાં મશીનીના લાઇવ ડેમો સતત રર દિવસ આપવામાં આવશે. કાર્નિવલ મેળાનો પ્રારંભ તા. ર9 એપ્રિલ શનિવારથી થવા જઇ રહ્યો છે. જે તા. ર1 મે રવિવારના રોજ પૂર્ણ થશે. આ લાઇવ મશીનોના ડેમો જોવા માટે રાજકોટની બહેનોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે. આ યોજનામાં રસ ધરાવતા બહેનોને વન કેન ગ્રુપથી પરિવાર સાથે મેળાના ફ્રી એન્ટ્રી પાસ સંસ્થાના કાર્યાલય પરથી મળી રહેશે.
આ સાથે બહેનોને સરળતા રહે એ માટે મે કોઇ બહેનો આ મશીનો ખરીદવાની આર્થિક સ્થિતિમાં ન હોય તો તે પણ સંબંધિત બેંકની સરળ લોન ક્રેડિટ સિસ્ટમની મદદથી આ મશીન મેળવી શકે છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે મીડીયા હાઉસ ખાતે આટોમાઇઝના કમલેશ ભુવા, શૈલેશભાઇ ભુવા, જીતેન્દ્રભાઇ ભુવા, એકસપર્ટ ગ્રુપના મહેશભાઇ અને વી ડેન ગ્રુપના ડો. પીના કોટક ડો. તૃપ્તિ કોટકે ઉ5સ્થિત રહ્યા હતા.