ટાટા પ્લેમાં ટાટા સન્સનો 62 ટકાથી વધુનો હિસ્સો : આઇપીઓ દ્વારા 2500 કરોડ રૂપિયા બજાર માંથી મળવાની શક્યતા !!!
ભારતીય શેરબજારના લાંબાગાળાના સૌથી મોટા વેલ્થ ક્રિએટર્સ તરીકે ઓળખ મેળવેલી ટાટા ગ્રુપની વધુ એક કંપનીએ આઇપીઓ માટે પ્રીફાઈલ્ડ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ રેગ્યુલેટરી બોડીને આપી દીધા છે. જી હા એ કંપની છે ટાટા પ્લે. એટલુંજ નહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, 18 વર્ષ પછી ટાટામાં રોકાણ કરવા માટે રોકાણકારોને ’સુવર્ણ’ અવસર મળ્યો છે. ટાટા ગ્રૂપના સેટેલાઇટ ટીવી બિઝનેસ સાથે સંકળાયેલી ટાટા પ્લે કંપનીનો આઇપીઓ લોન્ચ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ ડ્રાફ્ટ પેપર સેબીને હસ્તગત કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટાટા સ્કાયનું બ્રાન્ડ નેમ બદલીને ટાટા પ્લે લિમિટેડ કરવામાં આવ્યું છે.
ગત વર્ષથી ટાટા સમૂહે ટાટા પ્લેના આઇપીઓ પર કામ શરૂ કર્યું હતું, પરંતુ રીબ્રાન્ડિંગ સહિતના અમુક કારણોસર આઈપીઓને અટકાવવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આ મહિનાના અંત સુધીમાં સેબીને સબમિટ થવાની અપેક્ષા છે. પ્રસ્તાવિક આઇપીઓ માં ટેમાસેક અને ટાટા કેપિટલ જેવા રોકાણકારો કંપનીમાં તેમનો હિસ્સો વેચશે. આઇપીઓનું કદ આશરે 2500 કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ છે.ટાટા પ્લેમાં ટાટા સન્સનો 62 ટકાથી વધુનો હિસ્સો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટાટા પ્લેમાં વોલ્ટ ડિઝની તેના થોડા શેર યથાવત રાખશે હાલ 20 ટકા જેટલા શેર કે ટાટા પ્લેમાં ધરાવે છે. ને ઓગણો 70 કરોડ રૂપિયાનો પ્રોફિટ મેળવી 4,700 કરોડની આવક નાણાકીય વર્ષ 2022 માં ઉભી કરી હતી.
ટાટા સન્સ અને નેટવર્ક ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ વચ્ચે 80:20ના સંયુક્ત સાહસ તરીકે ટાટા સ્કાયએ 2004માં કામગીરી શરૂ કરી હતી. ડિઝનીએ 2019માં ફોક્સને હસ્તગત કર્યું હતું. ડિઝની ટીએસ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ થકી ટાટા સ્કાયમાં વધુ 9.8 ટકાહિસ્સો ધરાવે છે. ટાટા સન્સ નવી ટાટા પ્લે કંપનીમાં હાલ તે 41 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે.
સામે પક્ષે દેશના ડીટુએચ સેક્ટર પર નજર કરીએ તો ટાટા પ્લે 33.23 ટકા માર્કેટ શેર સાથે સૌથી મોટી ડિટીએચ સર્વિસ પ્રોવાઈડર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર 31 માર્ચના અંતે દેશમાં કુલ ડિટીએચ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 6.69 કરોડ હતી. ત્યારે હવે 18 વર્ષ પછી ટાટામાં રોકાણ કરવા માટે રોકાણકારોને સુવર્ણ તક મળી છે.