રવિવારે સવારે 10 થી 5 વાગ્યા સુધી હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે ઓડિશન લેવાશે
છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવન પર આધારિત ‘જાણતા રાજા’ મહાનાટકનો રાજકોટમાં શો યોજાવાનો છે. આ નાટકમાં 300થી વધુ કલાકારો કામ કરે છે તે પૈકી 120 કલાકારોને રાજકોટમાંથી લેવાશે. નાટ્ય કલાકારો અને રંગભૂમીમાં રસ લેતા માટે આ મહાનાયકમાં કામ કરવાનો અનેરો અવસર છે.
નાટકના કલાકારોની પસંદગીમાં 8મીને રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હેમુગઢવી હોલ ખાતે કલાકારોનું ઓડિશન રાખેલ છે. રસ ધરાવતાએ ઉપરોક્ત સ્થળે એક મિનિટના એક્ટિંગ પીસ અથવા ફોક ડાન્સ જાતે જ તૈયાર કરીને આવવાનું રહેશે. રાજકોટમાંથી ઉ.વ. 7 થી 55 વર્ષની વયના કલાકારોને લેવામાં આવશે. વધુ વિગત માટે ‘જાણતા રાજા’ મહાનાટકના ડાયરેક્ટર પ્રશાંત ચવ્હાણ 96583 96507 અથવા ઋષભ શર્મા 74157 93351નો સંપર્ક સાધવા જણાવાયું છે.
દુનિયાનું સૌથી મોટા આ નાટકમાં 300થી વધુ કલાકારો ભાગ લઇ રહ્યા છે. જેમાં 120થી વધુ નાના-મોટા કલાકારો સ્થાનિક કક્ષાએ ભાગ લેતા હોવાથી આ સમગ્ર પ્રોજેક્ટ કરાયો છે. નાટકના ઉભરતા યુવા કલાકારો માટે આ સોનેરી તક હોવાથી લાભ લેવા અનુરોધ કરાયો છે.