મોઢવણિક જ્ઞાતિના ગૌરવસમા એકલવીર અને ભારતના રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર મોહનદાસ કરમચંદ ગાંધીજીની રજી ઓકટોબરે જન્મજયંતિ હોય ત્યારે અશ્ર્વિનભાઇ પટેલે ‘ગાંધીજીના સુવર્ણ અવસરો’ રજુ કરી ગાંધી વિચારધારા અને ‘મારૂ જીવન એ જ મારો સંદેશ’ એ આજની ઉગતી પેઢીમાં વિચારધારા જીવંત રાખવાનો પ્રયાસ કરાયો છે.
ર ઓકટોબર 1869ના રોજ પોરબંદરમાં જન્મ
1869-75 – પોરબંદરમાં બાળપણ વિતાવ્યું
1876- પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા
1882 – પોરબંદરમાં કસ્તૂરબા સાથે લગ્ન
1885 – પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્યાસ ચાલુ
1887 – મેટ્રિક પરીક્ષા પાસ,, શામળદાસ કોલેજ ભાવનગમાં દાખલ થયા
1888- બેરિસ્ટર થવા વિલાયત ગયા
1906 – ઝુલુ વિપ્લવ ઘાયલોની સેવા, બ્રહ્મચર્ય પાળવાની પ્રજ્ઞિતા- સત્યાગ્રહ શબ્દનો ઉપયોગ સત્યાગ્રહનો જન્મ ટ્રાન્સવાલ આફ્રિકામાં
1911 – વકીલાત છોડી
1915 – સ્વદેશગમન કેસરે હિન્દનો ઇલ્કાબ મળ્યો. કોચરબ આશ્રમની સ્થાપના, જેતપુર, ગોંડલમાં ‘મહાત્મા’નું બિરૂદ, માનપત્ર મળ્યું. ભારત ભ્રમણ કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઇ દેસાઇ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન ભારે દુ:ખ
1920 – 1 ઓગસ્ટ તિલક મહારાજનું અવસાન, ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્ય, અસહકારના આંદોલનની શરૂઆત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, ગાંધીજીને પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ લખી
1930 – 26 જાન્યુઆરીએ સંપૂર્ણ સ્વાધીનતાની પ્રતિજ્ઞા, 1ર માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ, પ એપ્રિલ દાંડીકૂચનો પ્રારંભ 6 એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકડ
1931 – રપ જાન્યુઆરી જેલ મુકિત 7 ફેબ્રુઆરી મોતીલાલ નહેરૂનું અવસાન 4 માર્ચ ગાંધી ઇરવિન કરાર ર4 માર્ચ વીર ભગતસિંહને ફાંસી રપ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ, રપ ડિસેમ્બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત
1948 – દિલ્હીમાં શાંતિ આમરણાંત ઉપવાસ પાંચ દિવસ ચાલ્યા, 30 જાન્યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થના સભામાં (બિરલાભવન) જતાં વચ્ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્યા કરી ‘હે રામ’ કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્હી રાજઘાટ ઉપર સમાધી.