નસીબની પણ બલીહારી છે ! એક તરફ ચા વેચવા વાળા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે તો બીજી તરફ મેરેથોનમાં ચાર ચાર વખત ગોલ્ડ મેડલ જીતનાર તામિલનાડુની એથ્લેટને જીવનનિર્વાહ કરવા માટે ચા વેચવાનો વારો આવ્યો છે.

કોમનવેલ્થમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. તેવા સમયે જ એક કરૂણ અને ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તામિલનાડુ સ્ટેટ લેવલની મેરેથોન દોડમાં ચાર-ચાર વખત ગોલ્ડ મેડલ જીતનાર કોઈમ્બતુરની ૪૫ વર્ષિય કલાઈમનીને સરકાર કે અન્ય કોઈ તરફથી મદદ ન મળતા હાલ તેના ત્રણ બાળકોનું ભરણપોષણ કરવા ‘ચા’ વેચવી પડે છે

.જોકે આ રમતવીર હિંમત નથી હારી, હાલમાં કલાઈમની દરરોજ ૪૧ કિલોમીટરની દોડ લગાવી પોતાની રમત પ્રત્યેની ચાહના જાળવી રાખી છે. તામિલનાડુ માટે ચાર-ચાર ગોલ્ડ મેડલ જીતનાર કલાઈમનીને બેંકે પણ લોન આપવા નનૈયો ભણી દેતા ‘ચા’ વેચી વડાપ્રધાન મોદીની જેમ ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.