ભલે પધાર્યા રાષ્ટ્રપતિ..

દ્રૌપદી મુર્મૂ વિધાનસભા સત્રને પણ કરશે સંબોધીત

13 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.

પેપરલેસ વિધાનસભાના ઉદ્ઘાટન કરવા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત આવનાર છે. અત્રે જણાવીએ કે, રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. પેપર લેસ વિધાનસભા સત્રના ઉદ્ધાટન સહિતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાને વર્ષ 2018માં શરૂ કરેલો પ્રોજેક્ટ નેશનલ ઈ-વિધાનસભા એપ્લિકેશન(નેવા)નું ગુજરાતમાં અનાવરણ થવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી એમ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન વન એપ્લીકેશનના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને આમંત્રણ આપ્યુ છે.

ગુજરાત વિધાનસભા સચિવએ વધુમાં જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનો ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.

નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં. આ સિવાય ધારાસભ્યો પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.