રાજયમાં જેન્ડર બજેટનું પ્રમાણ વધીને 39.71 ટકાએ પહોચ્યું: મહિલા સશકિતકરણની 891 યોજનાઓ
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં મહિલા સશ્કિતકરણના સુવર્ણયુગનો આરંભ થયો છે. આજે આપણી દીકરીઓને સેનામાં પરમેનેન્ટ કમિશન મળ્યું છે, આજે દીકરીઓ ફાઇટર પ્લેન ઉડાડી રહી છે, રાજપથ પર પરેડનું નેતૃત્વ કરી રહી છે. મહિલાઓ માટે માતૃત્વ આશિર્વાદ બની રહે તે માટે છ મહિનાની પેઇડ મેટરનીટી લીવ મળે છે. મહિઓના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ખાસ અભિયાનો હાથ ધરાઈ રહ્યાં છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મહિલાઓના સ્વાસ્થ, શિક્ષા અને સુરક્ષા એમ ત્રીસ્તરીય અભિગમ દ્વારા મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે મહિલાઓ માટે ખાસ જેન્ડર બજેટનો અભિગમ આદર્યો છે. વર્ષ 2022-23ના રાજ્યના કુલ બજેટ સામે જેન્ડર બજેટનું પ્રમાણ વધીને 39.71% થયેલ છે. વર્ષ 2022-23 ના જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 891 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે જેમાંથી મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા મહિલાઓ અને ક્ધયાઓના 100 ટકા લાભ માટે કાર્યરત 178 યોજનાઓને અલગ તારવી કાઢવામાં આવેલ, જે માટે રૂ.7600.15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. મહિલાઓને 30 થી 99 ટકા લાભ આપતી અન્ય 713 યોજનાઓ પણ અલગ તારવી કાઢવામાં આવેલ છે, જે માટે રૂ.89337.10 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં 52 ટકા મહિલા પ્રતિનિધિત્વ છે, ગુજરાતે આરોગ્ય સેવાને ખૂબ જ મજબૂત બનાવી છે. જેના પરિણામે દાયણના માધ્યમથી થતી ડિલિવરી બંધ જેના પરિણામે આજે ગુજરાતમાં 100 ટકા સંસ્થાકીય ડિલિવરી થાય છે અને જન્મ સમયેનો માતા મુત્યુદર અને બાળમુત્યુ દરમાં ઘટાડો થયેલ છે.
મહિલા અને બાળકોના પોષણ વિકાસ માટે લીધેલ નક્કર પગલાંઓ
સહી પોષણ… દેશ રોશન…ના અભિગમને સાર્થક કરવા પોષણલક્ષી વિવિધ સેવાઓ આંગણવાડી મારફત આપવામાં આવે છે, સરકારની સારી કામગીરીને લીધે લાભ લેતા લાભાર્થીઓ (6 વર્ષ સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતા) મા વ્યાપ વધારો થયેલ છે. જે પહેલા અંદાજે 3.50 લાખ હતા તે સંખ્યા હાલ વધી 57.94 લાખ થઇ છે.
* મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના: તંદુરસ્ત અને સુપોષિત બાળકના જન્મ માટે માતાનું તંદુરસ્ત અને નિરોગી હોવું ખૂબ જ જરૂરી છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાને 1000 દિવસ ઋશતિિં ઠશક્ષમજ્ઞૂ જ્ઞર ઘાાજ્ઞિિીંક્ષશિું તરીકે ઓળખાય છે. આ બાબતને ધ્યાને લઇ માતા અને બાળકના 1000 દિવસની સારી સંભાળ અને પુરતું પોષણ મળે તે માટે સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ 6 માસ થી 2 વર્ષના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા 1000 દિવસની માતૃશક્તિ યોજના અમલી બનાવેલ છે.
હાલ સુધીમાં 3.00 લાખથી વધુ સગર્ભા માતાની નોધણી કરી લાભ આપવામાં આવેલ છે.
પોષણ સુધા યોજના (સ્પોટ ફીડીંગ પ્રોગ્રામ): સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમ્યાન માતાઓને ગર્ભમાં રહેલ શિશુના વિકાસ અને જન્મ બાદ સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરીયાત રહે છે. જેને ધ્યાને લઇ આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના 73 આદિજાતી ઘટકોમાં અંદાજીત 136614 સગર્ભા અને ધાત્રીમાતાઓને 300 દિવસ (1 વર્ષ સુધી) એક સમયનું ભોજન આપવામાં આવશે.
સૂક્ષ્મ પોષકતત્વો યુકત રેડી ટુ કુક ટેક હોમ રેશન : બાળકો, કિશોરીઓ તથા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવતર શરૂઆત કરીને ગુજરાતે અન્ય રાજ્યોને નવી રાહ ચીંધી છે. જેઅંતર્ગત 6 માસથી 3 વર્ષ સુધીના તમામ બાળકો, 3 વર્ષથી 6 વર્ષના અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિત ટેક હોમ રેશન (ઝઇંછ) તરીકે આપવામાં આવે છે. 17.00 લાખ બાળકો, 11.00 લાખ કિશોરીઓ અને 6.75 લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓએ પૂરક પોષણનો લાભ લીધેલ છે.
*દુધ સંજીવની યોજના : રાજયના 20 જીલ્લાના આદિજાતી તેમજ વિકાસશીલ તાલુકામાં કુપોષણ દુર કરવા 6 માસથી 6 વર્ષના બાળકો ને અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિ.લી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ 200 મિ.લી. પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દુધ આપવામાં આવે છે.અંદાજિત 13.00 લાખ થી વધુ લાભાર્થીઓને પેશ્ચ્યુરાઇઝડ ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દુધ, આપવામાં આવે છે, જે માટે અંદાજે રૂ.175.00 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
ડબલ ફોર્ટિફાઇડ મીઠું સત્વ: બાળકોના યોગ્ય વૃધ્ધિ અને વિકાસ માટે પૂરતું પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. સગર્ભા, ધાત્રીમાતા તેમજ બાળકને રોજીંદી જરૂરિયાત કરતા વધારે શક્તિ, પ્રોટીન, ખનીજ તત્વો, વિટામીન વગેરે પોષક તત્વોની જરૂરિયાત હોય છે. આ માટે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી સગર્ભા અને ધાત્રીમાતા અને કિશોરીઓને માસીક એક કિલોગ્રામ આર્યન અને આયોડીન ડબલ ફોર્ટિફાઇડ મીઠું સત્વ આપવામાં આવે છે. સરેરાશ 20.05 લાખ લાભાર્થીઓએ લાભ લીધેલ છે.
ફોર્ટીફાઈડ આટા: પોષણ વિકાસ માટે રાજ્ય સરકારે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને સાંકળીને ઘઉનુ ફોર્ટીફિકેશન કરી ફોર્ટીફાઇડ આટો આંગણવાડી કેન્દ્રોમાં આપવાની નવતર પહેલ કરી છે. જે અંતર્ગત અંદાજે 14.00 લાખ બાળકોને લાભ આપવામાં આવેલ છે.
પૂર્ણા યોજના: રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે અમલી આ યોજના અંતર્ગત કિશોરીના જીવન વિકાસની સાથે-સાથે પોષણ અને બિન-પોષણ સેવાઓ આપવામાં આવે છે. વર્ષ 2021-22માં સરેરાશ 12.1 લાખથી વધુ કિશોરીઓની નોંધણી થઇ, જે પૈકી સરેરાશ 11.94 લાખથી વધુ કિશોરીઓએ પૂરક પોષણનો લાભ લીધો.
મહિલા સુરક્ષા માટે લીધેલ નક્કર પગલાંઓ
- વ્હાલી દીકરી યોજના : દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000/-નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000/-ની સહાય.18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 1,00,0 00/- ની સહાય આપવામાં આવે છે. 1.25 લાભાર્થીઓને અંદાજીત કુલ રૂ. 279.62 કરોડની સહાય મંજુર કરવામાં આવી
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: અમારી સંવેદનશીલ સરકારે વિધવા બહેનોને માનની દ્રષ્ટિથી જોવામાં આવે તે માટે યોજનાનુ નામ બદલી વિધવા સહાય ને બદલે ગંગા સ્વરૂપા કરેલ છે, તેમજ યોજનામાં આમૂલ પરિવર્તન કરી ધારા-ધોરણો અને સહાયના પ્રમાણમાં વધારો કરેલ છે. ચાલુ વર્ષમાં આશરે 11.60 લાખથી વધુ મહિલાઓના ખાતામાં અંદાજે રૂ. 1684.60 કરોડથી વધુ રકમ ઉઇઝ ના માધ્યમથી જમા કરેલ છે.
- અભયમ 181:- મહિલા હેલ્પલાઈન જે રાત-દિવસ કાર્યરત છે, જેના કારણે રાજ્યની કિશોરીઓ, યુવતી અને મહિલા નિર્ભય બની છે, સાથેજ આધુનિક સમયમાં ટેલીફોન થી થતી છેડતીના અટકાવ માટે પણ આ હેલ્પલાઇન સજ્જ છે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ મહિલાઓએ લાભ લીધેલ છે, જેમાંથી 2.12 લાખ મહિલાઓને તાત્કાલિક બચાવની કામગીરી કરવામાં આવી
- સખી વન સ્ટોપ સેન્ટર: રાજ્યની મહિલા કે જેને કોઈ તરછોડી દે, કે તેનો કોઈ આધાર ના હોય ત્યારે તેના આધાર તરીકે અમારી સરકારના “સખી” સેન્ટરો રાત-દિવસ તેના આધારસ્તંભ બની આશ્રય, સારવાર, કાનૂની મદદ નિસ્વાર્થ ભાવે પૂરી પાડે છે અત્યાર સુધીમાં 19,631 મહિલા/યુવતીઓ આ કેન્દ્રની સેવાઓનો લાભ લીધેલ છે.
- મહિલાઓના આર્થિક સશ્ક્તિકરણ
- સ્વાવલંબન યોજના: રાજ્યની મહિલા સ્વાવલંબી બને અને તેના દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણ થાય તે માટે ગ્રામ્ય ગરીબ મહિલાઓ આર્થિક પ્રવુત્તિમાં જોડાય તે માટે સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે અને આર્થિક ઉપાર્જન બાદ ઉત્પાદિત વસ્તુઓ ને બજાર પૂરું પાડવા માટે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવતા પ્રદર્શન સહ વેચાણ મેળામાં ન્યુનતમ ખર્ચે સ્ટોલ ફાળવવામાં આવે છે.
- 750 થી વધુ લાભાર્થીઓને રૂ.150.95 લાખની લોન સહાય આપેલ છે –
- પ્રદશન સહ વેચાણ અંતર્ગત 1557 મહિલા કારીગરોએ અંદાજે રૂ.740.72 લાખનું વેચાણ કરેલ છે.
- મહિલા સશક્તિકરણ પખવાડિયું : વિશ્વ આખું મહિલાઓ માટે માત્ર એક દિવસ (8 માર્ચ) ઉજવણી કરે છે, જ્યારે અમારી સરકાર મહિલાઓના વિકાસના જુદા-જુદા 14 મુદ્દાઓ ઉપર સતત 15 દિવસ સમગ્ર રાજ્યમાં ઝુંબેશ રૂપે ઉજવણી કરે છે
- અંતિમ ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી 3.50 લાખથી વધુ લોકો વિવિધ પ્રવુંત્તિઓમાં જોડાયેલ હતા.
- મહિલા ઇન્ડસ્ટ્રીરીયલ પાર્ક (GIDC) : મહિલાઓ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે સાણંદ ખાતે ખાસ મહિલાઓ માટે મહિલા ઇન્ડસ્ટ્રીરીયલ પાર્ક (GIDC) સાણંદની સ્થાપના કરેલ છે, જે દ્વારા 500 થી 1000 ચો.મીટરના કુલ 286 પ્લોટ મહિલા ઉદ્યોગ સાહસિકોને ફાળવવામાં આવેલ છે.
દીકરીઓનું શિક્ષણ
પા પા પગલી પ્રોજેક્ટ હેઠળ 3-6 વર્ષના બાળકના સર્વાંગી વિકાસની દેખરેખ, પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વ અંગે વાલી સાથે પરામર્શન અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 512.42 લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત 17.85 લાખ બાળકોને આવરી લેવામાં આવશે, જે માટે અંદાજે રૂ.5.12 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
પ્રિસ્કુલ કીટ : બાળકોના જીવનના શરૂઆતના છ વર્ષો ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે, આ વર્ષોમાં બાળકો જેટલું ઝડપથી શીખે છે તેટલી ઝડપથી ત્યાર પછી શીખી શકતા નથી. અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણને વેગ આ5વા માટે અને આંગણવાડીને જીવંત બનાવવા માટે ઇસીસીઈ પોલિસી હેઠળ નીચે પ્રમાણેના કેટલાક પગલાં લીધેલ છે. રાજ્યની 53029 આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ-સ્કુલ કીટ ફાળવવામાં આવેલ છે. વર્ષ 2021-22માં (ફેબુ. અંતિત) પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત 17.96 લાખથી વધુ બાળકોને આવરી લીધેલ છે.
આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ મેળવતા બાળકોની આગવી ઓળખ (યુનિફોર્મ) : રાજ્યની આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ મેળવતા બાળકોની આગવી ઓળખ માટે રાજ્ય પુરસ્કૃત પ્રિ-સ્કુલ યુનિફોર્મની યોજના શરૂ કરવામાં આવેલ છે. 17.85 લાખ બાળકોને જોડી (પેર) યુનિફોર્મ આપવામાં આવશે, જે માટે રૂ.39.59 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.