પ્રાયમરી મારકેટમા T+3 સેટલમેન્ટ શરૂ થઈ રહ્યું છે: રોકાણકારોને ફાયદાકારક નિયમોથી ભારતીય શેર બજારમાં રોકાણકારો રોકાણ વધારશે
આવનારા સમયમા સેબી દ્વારા લેવાયેલ અમૂક નિર્ણયો અને થઈ રહેલા ફેરફારો જોતા ભારતીય શેર બજારનો હવે સુવર્ણ યુગ શરૂ થઈ રહયો છે તેમ કહી શકાય.
પ્રાયમરી મારકેટમા T+3 સેટલમેન્ટ શરૂ થશે. આમ તો સપ્ટેમ્બર મહીનાથી જ T+3 સેટલમેન્ટ શરૂ થઈ ગયુ છે. પરંતુ 1લી ડીસેમ્બર થી T+3 સેટલમેન્ટ ફરજીયાત કરવાનુ રહેશે.
T+3 સેટલમેન્ટ એટલે IPO પૂરો થયાના દિવસ થી 3 દિવસમા IPO ની પ્રક્રીયા પૂરી કરવાની રહેશે.
IPO પૂરો થયાના બીજા દિવસે બેસીસ ઓફ એલોટમેન્ટ જાહેર થશે. જયારે ત્રીજા દિવસે રીફંડ-એલોટમેન્ટ મળશે અને ચોથા દિવસે શેરોનુ લીસ્ટીગ પણ થઈ જશે.
આમ રોકાણકારોના નાણા વહેલા છુટા થશે, ઓછી મૂડીમા રોકાણકારો વધુને વધુ કંપનીઓમા રોકાણ કરી શકશે, શેરો મેળવી શકશે, સંપૂર્ણ પ્રક્રીયા વહેલો પૂરી થશે. પ્રાયમરી મારકેટમા અગાઉ T+6 નુ સેટલમેન્ટ હતુ.
સેક્ધડરી મારકેટમા તો માર્ચ 2024 થી વન અવર સેટલમેન્ટ શરૂ કરવા સેબી જઈ રહી છે. વન અવર સેટલમેન્ટ એટલે કે શેરો વેચ્યા પછી કલાકોમા નાણા રોકાણકારોના બેન્ક એકાઉન્ટમા જમા થઈ જશે, હાલમા શેર બજારમા T+1 નુ સેટલમેન્ટ ચાલી રહયુ છે. જેમા રોકાણકારોને શેરો વેચ્યા પછી બીજા દિવસે નાણા જમા મળે છે અને બેન્કમા રકમ જમા મળતા ત્રીજો દિવસ થઈ જાય છે. હવેથી આ નાણા ગણતરીના કલાકોમા જમા મળી જશે.
પ્રાયમરી મારકેટમા કંપનીઓ શેરો ખૂબજ ઉંચા પ્રીમયમથી ઓફર કરી રહી હોવા છતા પણ જે રીતે લીસ્ટીગ થઈ રહયા છે તે ઓફર પ્રાઈસ થી પણ ખૂબ જ ઉંચા પ્રીમીયમથી થઈ રહયા છે. એસએમઈ IPO તો ડબલ ભાવ આસપાસ કે ડબલ થી પણ વધુ ભાવથી અમૂક IPO ના લીસ્ટીગ થઈ રહયા છે. જે ખૂબજ આશ્ચર્યજનક છે.
લોકો એસએમઈ IPO ભરવા માટે પણ ખૂબજ ઉત્સાહીત હોય છે. અમૂક એસએમઈ IPO 100 થી લઈને 500 ગણા ભરાય રહયા છે. એસએમઈ IPO ની અત્યારે બજારમા બોલબાલા ચાલી રહી છે તેમ કહી શકાય જયારે મેઈનબોર્ડ IPO ના પણ લીસ્ટીગ ખૂબજ સારા પ્રીમીયમ થી થઈ રહયા છે. કંપની દ્વારા કરવામા આવી રહેલા શેરો ની બાયબેકની પ્રક્રીયા પણ ખૂબજ ઝડપથી પૂરો કરવામા આવશે. હાલમા ડીવીડન્ડ ટેક્ષના બોજામાથી બચવા કંપનીઓ દ્વારા બાયબેક ની એટલે કે કંપની પોતાના રીઝર્વ ફંડમાંથી પોતાના જ શેરો ટેન્ડર રૂટ દ્વારા અથવા મારકેટમાથી પોતાના શેરો ખરીદીને બાયબેકની પ્રક્રીયા કરતા હોય છે. ટેન્ડર રૂટમા થઈ રહેલી શેરોની બાયબેક ની પ્રક્રિયામા રોકાણકારો ભાગ લઈ ને પોતાની પાસે રહેલા શેરો કંપનીને બાયબેક મા પરત આપતા હોય છે.
બજાર ભાવ કરતા બાયબેકમા શેરોના ભાવ વધુ મળતા હોય છે અને બાયબેકમા શેરો આપવામા ટેક્ષની પણ જવાબદારી રહેતી નથી.
શેર બજારમા આવી રહેલા ધડમૂળ થી ફેરફારો ને લઈને મારકેટ નિષ્ણાત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેર બજારનો હવે સુવર્ણ યુગ શરૂ થઈ રહયો છે જે રીતે પ્રાયમરી મારકેટમા અને સેક્ધડરી મારકેટમા નવા નિયમો આવી રહયા છે તે જોતા અને સેબી દ્વારા લેવાઈ રહેલા પગલાઓને જોતા શેર બજારમા રોકાણ કરવા વધુ ને વધુ રોકાણકારો આકર્ષાશે અને શેરબજારમા તેજીનો રૂખ જારી રહેશે. બેન્ક ડીપોઝીટસનુ આકર્ષણ પણ ઘટશે અને વધુ વળતર મેળવવા લોકો શેરબજાર તરફ વળશે.