સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ પર ગેરકાયદે લવાતું સોનું ઝડપવા એક ઓપરેશન હાથ ધરાયું હતું. એરપોર્ટ પર મંગળવારે વહેલી સવારે એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરને કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી લીધા હતા. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા.
મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા !!
શારજહાંની એર અરેબિયાની ફલાઇટ વહેલી સવારે 3:50 વાગે અમદાવારમાં લેન્ડ થઇ હતી. તેમાં સવાર ત્રણ મુસાફર ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકાસ્પદ હિલચાલના આધારે તેમને અટકાવ્યા હતા.
ઈમિગ્રેશનના અધિકારીઓ દ્વારા આ ત્રણેયની પૂછપરછ કરાતા તેઓ મૂંઝાઇ ગયા હતા અને યોગ્ય જવાબો આપી ન શકતા અધિકારીઓને વધુ શંકા ગઇ હતી. એટલે તે ત્રણેયની બેગ ખોલીને તપાસ કરી હતી, પરંતુ કશું નહીં મળતા તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરીને ચેકિંગ કરાયું અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ લોકોને મેટલ ડિટેકટર માંથી પસાર કરતા બીપનો અવાજ આવ્યો
ત્યાર બાદ કસ્ટમ્સએ આ મુસાફરોનું સઘન ચેકિંગ કર્યું હતું અને બે મુસાફરે કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની 23 કિલો પેસ્ટ મળી આવી હતી. ભારતીય બજારમાં આટલા સોનાની કિંમત રૂ. 13 કરોડ જેટલી થઇ શકે છે
શા માટે કરાઈ છે સોનાની તસ્કરી ??
અખાતી દેશોમાં સોનાનો ભાવ ભારતના 24 કેરેટ સોના ભાવ કરતા લગભગ એક કિલોએ ત્રણ લાખ જેટલો ઓછો હોય છે. આ લાભ લેવા માટે કેરિયરો અવનવી મોડસ ઓપરેન્ડીથી જુદાજુદા એરપોર્ટનો ઉપયોગ કરી સોનુ દેશમાં અલગ અલગ જગ્યાએથી ઘુસાડી દે છે.