બ્રિકસ સમિટ દરમિયાન આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ અને ડિજિટલાઈઝેશનમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે મહત્તમ મુડી રોકાણનું આહવાન કરતા વડાપ્રધાન મોદી
ડિજીટલ ક્રાંતિ કી બ્રિકસ દેશો અને વિકાસશીલ અર્થતંત્ર માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા હોવાનું વડાપ્રધાન મોદીએ બ્રિકસ સમેલનમાં ઉદ્બોધન દરમિયાન કહ્યું હતું. તેમણે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડિજીટલાઈઝેશનમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટે વધુ મુડી રોકાણોનું આહવાન કર્યું હતું.
બ્રિકસ આઉટરીચ શેસન દરમિયાન મોદીએ કહ્યું કે, આજે ફરીથી ઐતિહાસીક સમય આવ્યો છે. ડિજીટલ ક્રાંતિના પરિણામે આપણી માટે નવી તકો ઉભી થઈ રહી છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને ડેટા એનાલીટીકસની મદદથી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્કીલ ડેવલોપમેન્ટમાં મુડી રોકાણ થવું મહત્વનું છે.
મોદીએ પોતાના ઉદ્બોધનમાં આફ્રિકા સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો પણ વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત અને આફ્રિકા વચ્ચે આર્થિક અને વિકાસ માટેના સબંધો નવી ઉંચાઈઓને આંબી રહ્યાં છે. ભારત સરકાર આફ્રિકામાં શાંતિ, સ્વતંત્રતા અને વિકાસના ચક્રોગતિમાન રાખવા પ્રયત્નશીલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલ, રશીયા, ચીન, ભારત અને સાઉ આફ્રિકા સહિતના બ્રિકસ દેશો વિશ્ર્વની કુલ ૪૦ ટકા વસ્તી ધરાવે છે. જહોનિસબર્ગ ખાતેની બ્રિકસ દેશોની આ ત્રિદિવસીય બેઠકમાં અમેરિકાની દાદાગીરી સામે પણ એક ઈને અવાજ ઉઠાવાશે તેવી ધારણા છે. અમેરિકાએ તાજેતરમાં ચીનના માલ-સામાન ઉપર ટેરીફ ઝીંકી ટ્રેડ વોર શરૂ કરી છે. ત્યારે ચીને બ્રિકસના ભારત સહિતના દેશો પાસે અમેરિકાની દાદાગીરી સામે લડવા માટે મદદ માંગી હતી. માત્ર અમેરિકા જ નહીં પરંતુ યુએન, યુએનની સિકયુરીટી કાઉન્સીલ તેમજ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ સહિતની સંસઓમાં વિકાસશીલ દેશોની સાખ સારી રહે તે માટે મસમોટા ફેરફાર કરવા બ્રિકસ દેશો હાથ મિલાવશે.
અમેરિકાની દાદાગીરી સામે કોઈ એક દેશ અવાજ ઉઠાવી શકે નહીં પરંતુ ભારત, ચીન અને રશિયા જેવા મહાકાય અને વિકાસશીલ દેશો સાથે મળી અમેરિકા ઉપર દબાણ જરૂર લાવી શકે. અમેરિકાની દાદાગીરીને રોકી શકે. ગઈકાલના સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા તેમજ બ્રાઝીલના રાષ્ટ્રપતિ તેમર પણ હાજર હતા.
ડેટા સુરક્ષા માટે ખાસ ઓથોરિટીની સ્થાપના કરવા ભલામણ
જસ્ટીસ શ્રીકૃષ્ણ સમિતિનો અહેવાલ: ડેટા સુરક્ષા માટે આધાર કાયદામાં સુધારો કરવા રિપોર્ટ
વ્યક્તિગત ડેટાની સુરક્ષા, સંમતિ પરત ખેંચવાનો અધિકાર, નિયમોના ઉલ્લંઘન પર પેનલ્ટી તેમજ ડેટા ઓથોરીટીની સપના કરવા જેવી દરખાસ્ત ડેટા સુરક્ષા અંગે રચાયેલી જસ્ટીસ બી.એન.શ્રીકૃષ્ણ સમીતીએ પોતાના રિપોર્ટમાં સરકારને કરી છે. સમીતીએ ભલામણ કરી છે છે, યુઝર્સના નુકશાનની જવાબદારી નક્કી થવી જોઈએ. યુઝર્સની સંમતિ વિના તેનો વ્યક્તિગત ડેટા પ્રોસેસ થવો જોઈએ નહીં. હવે થી યુઝર્સનો ડેટા દેશ બહાર લઈ જવાય તે માટે વ્યવસ ગોઠવવી જોઈએ. જો યુઝર્સનો ડેટાને નુકશાન થાય તો જે તે કંપનીની જવાબદારી ઘડવી જોઈએ. આ કાયદા હેઠળ સરકારી અને ખાનગી કંપનીઓ લવાશે. આ પેનલે ડેટા પ્રોટેકશન માટે આધાર એકટમાં સુધારો કરવાની ભલામણ પણ કરી છે. યુઆઈડીએઆઈ દ્વારા અપાતી વર્ચ્યુઅલ આઈડી અને ઓફલાઈન વેરીફીકેશનની સુવિધાને કાયદાકીય પીઠબળ આપવાની ભલામણ થઈ છે. ડેટા સુરક્ષા માટે આધાર કાયદામાં સુધારો કરવો જોઈએ પરંતુ તે પાછલી તારીખથી લાગુ થવો જોઈએ નહીં તેવું પણ રિપોર્ટમાં કહેવાયું છે.