સોના-ચાંદીમાં જેટલી નિકાસ થાય એટલા પ્રમાણમાં જકાત મુક્ત આયાતની સરકારની જાહેરાત મુદ્દે ‘અબતક’ને પ્રતિભાવો આપતા શહેરના સોના-ચાંદીના વેપારીઓ સોના-ચાંદી ઉદ્યોગ કેટલાક વખતથી માઠી દશામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ રાહત આપી છે. જે અંતર્ગત સોના તથા ચાંદીના દાગીનાની કેટલી નિકાસ થાય એટલા પ્રમાણમા આયાત જકાત મૂકત આયાતની છૂટ આપી છે. દેશમાં જયારથી જીએસટી કાયદો અમલી બનાવાયો ત્યારથી આ સુવિધા બંધ કરવામાં આવી હતી જે હવે ફરી શરૂ કરતુ નોટીફીકેશન જારી કરવામાં આવ્યું છે. આ અંગે શહેરના સોના-ચાંદીના વેપારીઓ પોતાના પ્રતિભાવો ‘અબતક’ સમક્ષ રજૂ કર્યા છે જે નીચે મુજબ છે.

દાગીનાની નિકાસ સામે જકાત મૂકત આયાતની છૂટ સારી વસ્તુ, પરંતુ ડયુટી ઘટાડવી જરૂરી: દિલીપભાઈ રાણપરા

gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls
gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls

અબતક સાથેની વાતચીત દરમિયાન ગુજરાત સુવર્ણકાર સમિતિના પ્રેસીડેન્ટ દિલીપભાઈ રાણપરાએ જણાવ્યું હતુ કે મારી દ્રષ્ટીએ જે દાગીનાની નિકાસ સામે જકાત મૂકત આયાતની છૂટ આપવામાં આવી એ સારી વસ્તુ છે. પરંતુ ઉંડો અભ્યાસ કરતા મૂળ જે પ્રશ્ર્ન ડયુટી છે જે સાડા બાર ટકા છે જે પહેલા દસ ટકા હતી જેમાં વધારો કરી સાડાબાર ટકા થઈ હું એવું માનું છું કે ડયુટી ઘટી જાય જો અગાઉની વાત કરૂ તો બે ચાર ટકા હતી. ત્યારે દાણચોરી પોસીબલ ન હતી અત્યારે દાણચોરીનું મેઈન કારણ આ ડયુટી છે. લોકો લાલચમાં આવી ત્યાનો ગાળો જે છે. સ્વાભાવીક રીતે આવક હોય ત્યાં લાલચ હોય. પરંતુ આપણે એવું કરવું જોઈએ કે લોકો લાલચમાં ન આવે ન તો દાણચોરી કરે. દાણચોરી ત્યારે જ શકય છે. જયારે ડયુટી કાઢી નાખવામાં આવે અથવા દોઢથી બે ટકા કરવામાં આવે. દાણચોરીનું કારણ એ હોય કે જે સોનાની વધઘટ ચાલે છે. હાલના કોમોનીટીના કારણે આપણુ વોલીયમ વેપાર છે. તે ફોરેનમાં જઈ રહ્યો છે. આપણે તેને વેચવાનું અને તે લોકો સોનું દબાવી બેસી જાય આપણા કરતા તેની તાકાત ૭૦-૭૫ ગણી છે. આ બિઝનેસ પર કોઈપણ કંટ્રોલ ન હોવો જોઈએ ૮૯ની સાલમાં મધુ દંડવતે એ તમામ જાતના કાયદાઓ પાછા ખેંચ્યા હતા કારણ કે આ ધંધો વિશ્વાસનો છે. કરન્સી કરતા પણ વધુ આ બિઝનેશની વેલ્યું છે. સોના-ચાંદીની વેલ્યુ વધુ છે આ માટે કોઈ કાનૂન ન હોવા જોઈએ કારણ કે લોકોને પૈસાની જરૂર પડે ત્યારે તેના પૈસા અડધી રાત્રે આપવા મહાજન બંધાયેલો છે. તેના ગ્રાહકને અડધી રાત્રે પૈસા આપે. સોનું એ સંકટની સાંકળ છે. અને એક પ્રકારની મૂડી છે. હિન્દુસ્તાનના લો મુજબ સ્ત્રીધન તરીકે ૫૦૦ ગ્રામ દાગીના સ્ત્રી રાખી શકે છે. કાયદામાં તેની છૂટછાટ છે. સોનું એ મહત્વનું તેના પર અંકુશ ટેકસ ન હોવો જોઈએ.

ગોલ્ડ બોન્ડ સ્કીમ આંટીઘૂંટી વાળી હોય જેથી લોકો રસ દાખવતા નથી: ભાયાભાઇ

gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls
gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls

ભાયાભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં આ તકે જણાવ્યું હતુ કે, પહેલા જે આયાત કરવામાં આવે અને તેનું રો મટીરીયલ દેશમાં આવે તો તેની ઉપર ૧૦% ઈમ્પોર્ટ ડયુટી સરકાર દ્વારા વસુલવામાં આવતી હતી જેમાં હવે સરકારે છૂટ આપી છે કે જે વેપારી નિકાસ કરતા હોય તેની સામે આયાત થાય તો તેની ઉપર જકાત વસુલવામાં આવશે નહી એટલે કે જે નિકાસકારો છે તેમના માટે એક મોટી સહાય કહી શકાય વધુમાં તેમણે જણાવ્યું હતુ કે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સોનામાં નિકાસકારોની સંસ્થા ખૂબ ઓછી છે જેથી અમારી સરકારને અપીલ છે કે ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવામાં આવે જેવી મરણ પથારીએ પડેલ આ વેપાર કરી જીવંત થાય તેમણે કહ્યું હતુ કે હાલ ૩% જીએસટી રીટેઈલ ગ્રાહકો પાસે વસુલવામાં આવે છે તેને ઘટાડીને એકથી દોઢ ટકા સુધી કરવામાં આવે કેમકે ખરી મજુરી રૂ.૩૦૦ થતી હોય તો જીએસટી સીધુ ૯૦૦ રૂ. થઈ જાય છે જેના કારણે રીટેઈલ ગ્રાહક બિલ લેવામાં પણ સપડાય છે ઉપરાંત ઈમ્પોર્ટ ડયુટી ૧૦%થી ઘટાડીને ૪% સુધી કરી દેવામાં આવે તેવી સરકાર સમક્ષ અમારી વિનંતી છે. સોનાના વૈભવ વિશે જણાવતા કહ્યું હતુ કે છેક ભગવાન શ્રી કૃષ્ણના સમયથી સોનાનો વૈભવ ચાલતો આવે છે તે કદી પણ ઓછો થતો નથી. હાલ જે લોકોને નાનુ રોકાણ કરવું હોય તે સોનાની ખરીદી કરતા હોય છે. અને જયારે ભાવ ઉંચા જાય ત્યારે વેચાણ કરતા હોય છે જેમાંથી તેમને સરેરાશ ૨.૫%નું વ્યાજ મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ઘણા ખરા દેશ દેવાળીયા થયા છે જેનું કારણ એજ છે કે, તેઓ મોજ શોખમાં પૈસા વાપરતા હોય છે. પરંતુ ભારતમાં લોકો પૈસાની બચત કરે છે. જેથી સૌથી વધુ સોનું ભારતમા છે. અને સૌથી વધુ માંગ પણ અહીયા જ છે. તેમણે ગોલ્ડ બોન્ડ સ્ક્રીમ વિશે જણાવતા કહ્યું હતુ કે, આ સ્ક્રીમ ખૂબજ સારી છૂટી આવી છે જેના કારણે લોકો તેમાં રસ દાખવતા નથી અને દૂર ભાગે છે. અમુક ટ્રસ્ટોએ તેમા સોનું જમાં કરાવ્યું છે એટલે આ સ્ક્રીમ અસફળ છે.

સરકારની આ જાહેરાત ફકત નિકાસકારો માટે હોય અન્ય વેપારીઓમાં કોઈ ફર્ક નહિ પડે: અશોક ઝીંઝુવાડીયા

gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls
gold-silver-trade-fall-to-life-again-if-import-tariff-falls

અશોક ઝીઝુવાડીયા રાધીકા જવેલર્સએ આ અંગે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સરકારની આ જાહેરાતથી ભારતીય બજારનાં વેપારીઓને કોઈ પણ ફર્ક પડવાનો નથી આ જાહેરાત નિકાસકારો માટે છે. તેમાં પણ તેઓ નિકાસમાં જ ઉપયોગમાં લઈ શકશે જો તેઓ ભારતીય બજારમાં વેચાણ કરે તો કોઈ ફાયદો નહી થાય. તેમણે કહ્યું હતુ કે સરકારે આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને સાડા બાર ટકા ઈમ્પોર્ટ ડયુટી ઘટાડીને ચારથી પાંચ ટકા સુધી લઈ જવી પડશે તેમજ જીએસટીના દર પણ ખૂબજ વધુ છે. હાલ સુધી મહત્તમ ૧% ટેકસ વસુલવામાં આવતો હતો જે હાલ ૩% છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દિવસે ને દિવસે બજાર તુટી રહ્યું છે. ગત પાંચ વર્ષ પહેલા જે વેચાણ હતુ તેની સરખામણીએ હાલ વેચાણ ફકત ૨૫% જેટલો જ રહ્યો છે. જેથી કહી શકાય કે ભારતીય બજારની સ્થિતિ ખૂબજ નાજુક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.