બીસીસીઆઈ હેડ કોચ રવિ શાસ્ત્રી ઉપરાંત સહયોગી કોચને પણ આઠ આંકડાનો આકર્ષક પગાર ચૂકવશે
ટીમ ક્રિકેટ ઈન્ડિયાના નવા કોચ ‘રવિ’ શાસ્ત્રી માટે સોનાનો સૂરજ ઉગ્યો છે ! તેનો પગાર અધધ… ૮ કરોડ ‚પિયા છે. તાજેતરમાં જ રવિ શાસ્ત્રીની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
પૂર્વ હેડ કોચ અનિલ કુંબલેના સ્વૈચ્છિક રાજીનામા બાદ નવા કોચની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં રવિ શાસ્ત્રી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડી વચ્ચે રસાકસી હતી. અંતે કેપ્ટન વિરાટ કોહલીના ફેવરીટ મનાતા રવિ શાસ્ત્રીના નામ પર નિમણૂંકનો સ્ટેમ્પ મરાયો હતો. તેમનો વાર્ષિક પગાર ‚પિયા ૮ કરોડ નક્કી થયો છે.
અન્ય ત્રણ કોચ ભરત અ‚ણ, આર શ્રીધર અને સંજય બાંગરના પગાર વાર્ષિક ‚પિયા ૨ થી ૩ કરોડ છે. બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન જેમાં ચાર સભ્યો છે. તેઓ પગાર નક્કી કરે છે. જેમાં સી.કે.ખન્ના, રાહુલ જોહરી, અમિતાભ ચૌધરી અને ડાયાના એદુલજી સામેલ છે.
ઉલ્લેખનીય છે કે બોલીંગ કોચ તરીકે ઝહીર ખાન અને બેટિંગ કોચ તરીકે રાહુલ દ્રવિડના નામ ફાઈનલ કરાયા બાદ નવી નિમણૂંક આપવામાં આવી છે. સમજાય છે કે કોહલીના ફેવરીટ રવિ છે અને રવિનો ભલામણથી જ નવા સહયોગી કોચની નિમણૂંક કરવામાં આવી છે.
જે હોય તે પણ ‘રવિ’ની ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે કેમ કે તેને વર્ષે દહાડે બીસીસીઆઈ ૮ કરોડ રૂપિયા ચૂકવશે.