૮૦ ટકાથી વધુ ધાતુઓ અવકાશમાં થયેલા ઘર્ષણ બાદ આવ્યા સામ

અવકાશમાં એવા અનેકવિધ રહસ્યો ડટાયેલા છે કે જેનો તાગ હજુ સુધી વૈજ્ઞાનિકોને મળ્યો નથી પરંતુ એવી ઘણી વસ્તુઓ છે કે જે આભાસ કરાવે છે કે આ તમામ ચીજ-વસ્તુઓ જે લોકો રોજબરોજની જીંદગીમાં વાપરે છે તે અવકાશી ઘટનાઓનાં ફળસ્વરૂપે મળેલી હોય એવી જ એક વાત રીસર્ચ એટલે કે સંશોધનમાં સામે આવી હતી કે લોકો જે સોનું અને પ્લેટીનમનો જે વપરાશ કરે છે તે અવકાશી ઘટનાઓનાં ફળસ્વરૂપે જોવા મળી હોય શકે. હાલ ૮૦ ટકાથી વધુનાં ધાતુઓ અવકાશમાં થયેલા અને તારામંડળમાં થયેલા ઘર્ષણનાં પગલે સામે આવ્યા છે. યુનિવર્સિટી ઓફ ગુએફ અને યુનિવર્સિટી ઓફ કોલમ્બીયાનાં સંયુકત ઉપક્રમે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાંથી તાગ મળતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, અવકાશમાં અથવા તો તારામંડળમાં થયેલા ઘર્ષણનાં પગલે સોનું, પ્લેટીનમ સહિતની ધાતુઓની ઉત્પતિ થઈ હોય શકે.

અવકાશમાં થયેલા સુપરનોવા એકસપ્લોઝનનાં કારણે અનેકવિધ ચીજ-વસ્તુઓ સામે આવી છે. હજુ સુધી અવકાશનાં ઘણા ખરા રહસ્યો અકબંધ રહ્યા છે જેને વૈજ્ઞાનિકો પણ શોધવામાં સફળ રહ્યા નથી ત્યારે આ પ્રકારની અનેક ચીજ-વસ્તુઓનું રહસ્ય અવકાશમાં ડટાયેલું છે પરંતુ હાલ જે રીતે વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તે જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે, આવનારા સમયમાં એવા ઘણા ખરા રહસ્યો સામે આવશે તો નવાઈ નહીં. યુરેનીયમ, પ્લુટોનીયમ સહિતની ચીજ-વસ્તુઓ પણ અવકાશી ઘટનાનું એક પ્રતિબિંબ સ્વરૂપે સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.