કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ ચેમ્પિયન બજરંગે ૬૫ કિલોની કેટેગરીની મેચની આખરી ૬૦ સેક્ધડમાં બાજી પલ્ટી
ચીનમાં ચાલી રહેલી એયિન રેસલીંગ ચેમ્પીયનશીપમાં ભારતના બજરંગ પુનિયાએ ૬૫ કિગ્રાની કેટેગરીમાં કઝાકિસ્તાનના પહેલવાન સાયાનબેકને હરાવી ચેમ્પીયનશીપનું ટાઈટલ હાંસિલ કર્યું હતુ. તો પ્રવિણ રાણાએ સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. ચીનની એશિયન સ્પર્ધામાં પ્રથમ દિવસે જ ધમાકેદાર શ‚આત સાથે ૩ પદક ભારતના નામે થયા અને ચીનમાં પણ ત્રિરંગો લહેરાયો હતો. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ ૨૦૧૭માં પણ ચેમ્પીયન રહી ચૂકેલા બજરંગે આખરી ૬૦ સેક્ધડમાં ત્રણ વખત રેસલીંગ ટેકનીકનો ઉપયોગ કરી બાજી પલ્ટાવી હતી. ટોકયો ઓલિમ્પીક માટે બજરંગ પ્રબળ દાવેદાર છે. તેવું પણ તેણે સાબીત કરી બતાવ્યું હતુ. બજરંગના ગૂ‚ અને ઓલિમ્પિક મેડાલીસ્ટ પહેલવાન યોગેશ્ર્વર દત્તે પણ પોતાના શિષ્ટાની ઉપલબ્ધી અંગે રાજીપો વ્યકત કર્યો હતો. ૨૦૧૨ની રેસલીંગ ચેમ્પીયનશીપમાં બોન્ઝ જીતનાર પ્રવિણ રાણા ધીમે ધીમે સિલ્વર મેડલ તરફ પહોચ્યા હતા. બજરંગ કુલ મેળવીને પાંચ મેડલ હાંસીલ કરી ચૂકયા છે. જેમાં તેણે ૨૦૧૭માં ગોલ્ડ ૨૦૧૩ અને ૨૦૧૮માં બ્રોન્ઝ અને ૨૦૧૪માં રજત પદક મેળવ્યા હતા.