15 શખ્સોએ 1.16 કરોડની લોન મેળવી લીધાનું ખૂલ્યું :તપાસનો ધમધમાટ
રાજકોટના વિરાણી ચોકમાં આવેલી એસબીઆઈ બેન્કમાં નોકરી કરતા અને ગોલ્ડ લોન આપતા વેલ્યુઅરે 22 કેરેટના સોનાનું બોગસ સર્ટીફિકેટ બેન્કમાં જમા કરાવી વેલ્યુઅરે 14 જેટલા લોન ધારકોને અંદાજીત 1 કરોડ જેટલી રકમની લોન આપી બેન્કમાં નકલી સોનુ જમા કરાવ્યું હોવાનું કૌભાંડ સામે બેંક સત્તાવાળાઓ માં ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગતો મુજબ રાજકોટના વિરાણી ચોક પાસે એસબીઆઈ બેંકમાં ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં વેલ્યુઅર તરીકે કામ કરતા ધવલ રાજેશભાઈ ચોકસી એ 14 જેટલા લોનધારક સાથે મળી બેન્ક સાથે રૂ.1,16 કરોડની છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ સી.જી.જોશી સહિતનો સ્ટાફ દોડતો થયો બેંકમાં ધવલ ચોકસી ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટમાં એક વેલ્યુઅર એટલે કે લોનધારક વતી બેન્કમાં સોનાના કેરેટનું પ્રમાણપત્ર આપે છે.
ધવલ ચોકસી ઘણા સમયથી બેન્કમાં નોકરી કરે છે.કોઈ ગોલ્ડ લોન લેવા આવતા લોકો જ્યારે સોનુ આપે ત્યારે તે સોનુ કેટલા કેરેટનું છે?તેનું સચોટ પ્રમાણપત્ર આપતા સોનાની વેલ્યુ નક્કી કરી તેઓને લોન આપવામાં આવે છે.ત્યારે બેન્કની બ્રાન્ચમાં અલગ અલગ સમયે 14 જેટલા લોન ધારકોએ નકલી સોનુ ધાબડી અંદાજીત રૂ.1,16 કરોડની લોન લઇ લીધાનું બહાર આવ્યું છે.વેલ્યુઅર ધવલ ચોકસીએ લોનધારકોને 22 કેરેટ સોનુ હોવાનું પ્રમાણ પત્ર આપી લોન કરાવી દીધાનું માલુમ પડ્યું હતું.
બેંકના એક સર્વેયરને તપાસ કરવાનું કહેતા ઉપર સોના જેવું અને અંદર પિતળ હોવાનું માલુમ પડ્યું હતું. એ ડિવિઝન પોલીસ મથકે મામલો પહોંચ્યા હતા અને પીઆઇ સી.જી.જોશી સહિતના સ્ટાફે મેનેજર રવિ સિંગનું નિવેદન નોંધી તેમજ વેલ્યુઅર ધવલ ચોકસી તેમજ 14 લોનધારકો સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવ તજવીજ હાથ ધરી છે.. આ તપાસ કરતા વેલ્યુઅર અને લોનધારક વચ્ચે મિલીભગત હતી અને અમુક લોન ધારકોએ તો બેન્કમાંથી બે થી ત્રણ વાર લોન લીધી છે.જોકે હાલ ધવલ ચોકસી ફરાર હોય તેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.