ગોલ્ડકીંગ બાયોજીન કંપની દ્વારા ઇડર ખાતે ડિસ્ટ્રીબ્યુટરો તથા ડીલરો માટે કંપની ના રિસર્ચ સેન્ટર પર નિદર્શન તેમજ કંપની વિશે ની માહિતી માટેની શિબિર નું સફળ આયોજન કરેલ. આ શિબિર મા સૌરાષ્ટ્ર માંથી કુતિયાણા, બાંટવા, માણાવદર, વંથલી, ઉપલેટા, કાલાવાડ, જામકંડોરણા, જેતપુર, ધોરાજી તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના કૂલ ૬૧ ડીલરોએ મુલાકાત લીધેલ.
સૌપ્રથમ કંપની ના ચેરમેન શ્રી કીર્તિભાઇ પટેલસાહેબ દ્વારા સવારે રિસર્ચ સેન્ટર પર બધાનું સ્વાગત કરાયું. બાદમાં કંપની ના રિસર્ચ સાયન્ટિસ્ટ શ્રી મેમપાલજી દ્વારા ડીલરો ને કંપની ની રિસર્ચ ટીમ દ્વારા થતા કાર્યોની માહિતી આપેલ તથા બધા ડીલરોને રિસર્ચ સેન્ટર નું નિદર્શન કરાવેલ. બપોરબાદ ટેક્નિકલ સેશન મા કંપની ના એચ આર ડિપાર્ટમેન્ટ ના હેડ શ્રી આર.આઈ. પટેલસાહેબે બધા ને કંપની વિશે ની પ્રાથમિક માહિતી આપેલ ત્યારબાદ કંપની ના સિનિયર માર્કેટીંગ મેનેજર શ્રી કે. કે. પ્રજાપતિ કંપની તથા તેમાં થતા વિવિધ કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપેલ.
બાદમાં ચેરમેન અને એમડી કીર્તિભાઇ પટેલે કંપની ના ઇતિહાસ થી લઇ ને આગામી ધ્યેય તથા લક્ષ્ય માટે એમની સતત દેખરેખ અને સમર્પણ વિશે વાત કરેલ. અંત મા માર્કેટીંગ હેડ પિયુષભાઇ પટેલે સૌ ડીલરો તથા ડિસ્ટ્રીબ્યુટરો નું અભિવાદન કરેલ. જેમની સાથે સતત કામ કરે છે એ કંપની વિશે આટલી વિસ્તૃત માહિતી મેળવી તથા કંપની મા થતા કામ જોઈ સૌ ડીલરોએ ખુશી ની લાગણી અનુભવી હતી તેમજ ગોલ્ડકીંગ બાયોજીન કંપની ના પ્રયત્નો ને બિરદાવ્યા હતા.