બોલીવુડનાં ગીતની એક કડી છે કે, સોના કિતના સોના હે… જેનો મતલબ એ કે સોનુ પણ કેટલુ સોનુ છે ત્યારે વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી મજબુત ચાંદી બનાવવામાં આવ્યું છે. વિશેષ રૂપે ચાંદી અને સોનાની પરખ માત્ર તેનાં ચળકાટ કે તેની ગુણવતાથી નહીં અનેકવિધ રીતે થતી હોય છે ત્યારે વૈજ્ઞાનિકોએ રોજીંદા કરતા સૌથી મજબુત ચાંદી વિકસાવવાનો દાવો કર્યો છે. અગાઉનાં વિશ્વ રેકોર્ડ કરતા ચાંદી વધુ કડક અને શકિતશાળી હોવાનું પણ સામે આવ્યું છે.
વૈજ્ઞાનિકો દ્વારા જે ચાંદીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે પરીવર્તનશીલ વિદ્યુત પ્રવાહને વહન કરવાની ક્ષમતા વચ્ચેનાં વેપારને દુર કરી શકે છે તેમ જર્નલ નેચર મટીરીયલમાં જણાવવામાં આવી રહ્યું છે. વરમોન્ટ યુનિવર્સિટીનાં પ્રોફેસર ફેડરીક સનસોઝે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો અને સંશોધકોએ નેનો સ્કેલ પર કાર્યરત એક નવા મેકેનીઝમની શોધ કરી છે જે વધુ ધાતુ બનાવવા માટેની મંજુરી આપે છે.
જયારે કોઈ વિદ્યુત તેની વાહકતા ગુમાવતા નથી ત્યારે તે ધાતુઓની ખામી પણ માનવામાં આવે છે. મોટાભાગે ધાતુમાં પડતી ખામી બરડપણું અથવા નરમાઈ તરફ દોડી જાય છે ત્યારે ચાંદીમાં ત્રાંબાનો એક જથ્થો ભળીને ટીમ દ્વારા નેનો સ્કેલની ખામીને શકિતશાળી આંતરીક રચનામાં પરિવર્તીત કરી સૌથી વધુ મજબુત ચાંદીનું નિર્માણ કર્યું છે જે અન્યનાં વિશ્વ રેકોર્ડને પણ તોડી પાડયું છે.